Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૯૦ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
હોય છે ત્યાં આવે છે અને આવીને વર માગો, વ૨ માગો' એમ કહે છે. જ્યારે તે શ્રમણ ભગવંત “મને કોઈ વરનું પ્રયોજન નથી” એમ કહે છે ત્યારે તે દેવ તે ભગવંતને પ્રદક્ષિણા તથા વંદન નમસ્કાર કરી પાછો જાય છે, એમ જણાવેલ છે. જે ઉપરની હકીકતનું સંપૂર્ણ સમર્થન કરે છે.
આ તો થઈ મંત્રની વાત, પરંતુ આ રીતે કેટલાંક સ્તોત્રો પણ મહાપ્રભાવક પૂર્વાચાર્યો દ્વારા રચાયેલાં હોવાથી તે સ્તોત્રો જ મંત્ર સ્વરૂપ થઈ જાય છે અને તેથી તે સ્તોત્રનો એકાગ્ર મનથી કરાયેલો પાઠ જ સમસ્ત આપત્તિઓનું નિવા૨ણ ક૨ના૨ બને છે.
ઉવસગ્ગહર સ્તોત્ર પણ આવી જ રીતનું સ્તોત્ર હોવાથી તેનું એકાગ્ર મનથી કરાયેલ સ્મરણ, ચિંતન કે પાઠ પણ સમસ્ત આપત્તિઓનું નિવારણ કરનાર છે.
પરંતુ મંત્રોનું સ્મરણ એ સર્વકાલીન ન હતું, તે આપત્તિ નિવારણ પૂરતું જ આવશ્યક મનાયું હતું, અને તેથી તે કાલના સમર્થ ગીતાર્થ પુરુષોને શ્રી સંઘનાં કષ્ટોના નિવારણ માટે મંત્રો દ્વારા શાંતિ કરવાની વ્યવસ્થા તે તે કાલ પૂરતી કરી આપવી પડી હતી જેનું સમર્થન લઘુશાંતિની રચના પણ પૂરી પાડે છે.
૩. મંત્રયુગ.
શ્રી શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના અંતેવાસી ઘણા સ્થવિર
१. 'अरुणोपपात' इति इहारुणो नाम देवस्तत्समयनिबद्धो ग्रंथस्तदुपपातहेतुररुणोपपातो यदा तदध्ययनमुपयुक्तः सन् श्रमणः परिवर्तयति तदाऽसावरुणो देवः स्वसमयनिबद्धत्वाच्चलितासनः सम्भ्रमोद्भ्रान्तलोचनः प्रयुक्तावधिस्तद्विज्ञाय हृष्टप्रहृष्टश्चलचपलकुण्डलधरो दिव्यया द्युत्या दिव्यया विभूत्त्या दिव्यया गत्या यत्रैवासौ भगवान् श्रमणस्तत्रैवोपागच्छति, उपागत्य च भक्तिभरावनतवदनो विमुक्तवरकुसुमवृष्टिरवपतति, अवपत्य च तदा तस्य श्रमणस्य पुरतः स्थित्वा अन्तर्हितः कृताञ्जलिक उपयुक्तः संवेगविशुध्यमानाध्यवसानः शृण्वस्तिष्ठति, समाप्ते च भणति - सुस्वाध्यायितं सुस्वाध्यायितमिति वरं वृणीष्व २ इति ततोऽसाविहलोकनिष्पिपासः समतृणमणिमुक्तालेष्टुकाञ्चनः सिद्धिवधूनिर्भरानुगतचित्तः श्रमणः प्रतिभणति न मे वरेणार्थ इति, ततोऽसावरुणो देवोऽधिकतरजातसंवेगः प्रदक्षिणां कृत्वा वन्दित्वा नमस्थित्वा प्रतिगच्छति एवं वरुणोपपातादिष्वपि भणितव्यमिति । -સ્થા. સૂ. રૃ., સ્થા. ૧૦ ઉદ્દેશ-૩, સૂ. ૭૫૬, પત્ર ૫૧૩ ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org