Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૮૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
જ યાચના કરવાની નથી કે ભૌતિક પદાર્થોની કોઈ જ કામનાને હૃદયમાં સ્થાન આપવાનું નથી તે દર્શાવવા સ્તોત્રકાર મહર્ષિએ સ્વયં પોતે જ તે પરમતારક પાસેથી ભક્ત હૃદયે જે વસ્તુની અપેક્ષા રાખવાની છે તેને કહી બતાવવા દ્વારા એ વસ્તુ આડકતરી રીતે જણાવી છે કે તે પરમેશ્વર પાસે બોધિ સિવાયની કોઈ યાચના કરવી વાસ્તવિક નથી-ઉચિત નથી.
હા, એટલું નક્કી છે કે તે પરમેશ્વરની સ્તવના કરનારનાં સર્વ પ્રકારનાં અનિષ્ટો નાશ પામે છે, મન ચિંતવ્યા પદાર્થો અને સંયોગો સ્વયમેવ પ્રાપ્ત થાય છે પરંતુ તે માટે તેમની સ્તવના કરવાની નથી. સ્તવના કરતી વિના માત્ર એક જ લક્ષ્ય રાખવાનું છે કે બોધિપ્રાપ્તિ કે જે મોક્ષપર્યત લઈ જનાર છે તે મને મળો અને તે માટે જ હું સ્તવના કરું છું.
૧. ભગવાન શ્રી પાર્શ્વનાથનો મહિમા ગાતા કવિઓએ તેમના નામસ્મરણથી, વંદન,
પૂજન અને પ્રણિધાનથી સર્વ રોગો શાન્ત થવાનું, સર્વ વિષોનો નાશ થવાનું, સર્વ આધિદૈવિક ઉપદ્રવો જેવા કે-ભૂત, પ્રેત, પિશાચ, શાકિની આદિના ઉપદ્રવો-નષ્ટ થવાનું, સર્વ ગ્રહોની વિરુદ્ધતા ગુણકારિતામાં પલટવાનું તથા સર્વ ચિન્તાકારી વસ્તુઓ અનુકૂલતાને ભજવાનું ઠેર ઠેર જણાવ્યું છે. જુદાં જુદાં કાવ્યોમાં યત્ર તત્ર આ બધું વિખરાયેલું વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તે બધું અહીં રજૂ કરવું શક્ય જ નથી.. कदापि कर्मवैचित्र्यात् तेषां चित्र (त्त) रुजाभवत् ।। कर्मणा पीडिता यस्मात् शलाकापुरुषा अपि ॥१५८ ॥ धरणेन्द्रः स्मृतेरायात् पृष्टोऽनशनहेतवे । अवादीदायुरद्यापि स तत् संहियते कथम् ॥१५९ ॥ यतो भवादृशामायु-र्बहुलोकोपकारकम् । અષ્ટશાક્ષર મનં તતસ્તેષાં સમર્પયત ૬૦ | हियते स्मृतितोयेन रोगादि नवधा भयम् । अन्तर्ययौ ततः श्रीमान् धरणो धरणीतलम् ॥२६१ ॥ ततस्तदनुसारेण स्तवनं विदधे प्रुभः ख्यातं 'भयहरं 'नाम तदद्यापि प्रवर्तते ॥१६२ ॥
-પ્ર. ચ. પૃ. ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org