Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૩૮૯
(૭) પ્રકીર્ણક ૧. ૩વસાદ સ્તોત્રમાં નિર્દિષ્ટ નમ: મંત્રનું પ્રથમ પ્રાકટ્ય.
૩વસ દર સ્તોત્રમાં “વિસહરફુલિંગ” એટલા સંકેતથી જે નામ | પાસ વિસર વદ નિ ત્નિના નામક અઢાર અક્ષરનો મંત્ર આચાર્ય શ્રી ભદ્રબાહુને અભિપ્રેત છે, તે મંત્રનું સર્વ પ્રથમ સંપૂર્ણ રીતનું પ્રાકટ્ય શ્રી ધરણેન્દ્ર દ્વારા આચાર્ય શ્રી માનતુંગસૂરિ સમક્ષ કરવામાં આવ્યાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
પ્રભાવક ચરિત્રમાં એવો ઉલ્લેખ છે કે આચાર્ય શ્રી માનતુંગસૂરિને એક વખત કર્મની વિચિત્રતાના યોગે મગજનો રોગ થઈ ગયો. તેમણે અણશણ કરવા માટે શ્રી ધરણેન્દ્રનું સ્મરણ કર્યું અને તેને બોલાવી અણશણની ભાવના અંગે પોતાનું આયુષ્ય પૂછ્યું. શ્રી ધરણેન્દ્ર જણાવ્યું કે હજી તમારું આયુષ્ય બાકી છે તેથી તેનો સંહાર કેવી રીતે થઈ શકે ? અને આપના જેવાઓનું આયુષ્ય તો ઘણા લોકોને ઉપકાર કરનાર છે” કહી તેમને અઢાર અક્ષરનો મંત્ર સમર્પણ કર્યો અને કહ્યું કે “આના સ્મરણથી તથા આનાથી મંત્રિત જલથી રોગ આદિ નવ પ્રકારના ભયોનો નાશ થાય છે.” એમ કહી શ્રી ધરણેન્દ્ર પાતાળમાં ગયા. તેના અનુસાર શ્રી માનતુંગસૂરિએ સ્તવના રચી કે જે ભયહર નામથી આજે પણ પ્રસિદ્ધ છે, આચાર્ય ભદ્રબાહુ શ્રુતકેવલી હતા તેથી તેઓ તો આ મંત્રના જ્ઞાતા હતા જ પણ પછીના કાલમાં આ મંત્ર અપ્રકટપણાને પામ્યો, જે માનતુંગસૂરિ દ્વારા સર્વ જન સમક્ષ પ્રકટ કરવામાં આવ્યો. ૨. મંત્ર કેવી રીતે સિદ્ધ થાય?
જે મંત્રના જે અધિષ્ઠાયક દેવો હોય છે તેઓ તે તે મંત્રના સંકેતથી બંધાયેલા હોય છે અને તેથી તે તે મંત્રના જાપ દ્વારા તે તે દેવો તે તે મંત્રના સાધક ઉપર તુષ્ટ થાય છે અને તેમની મનકામનાઓ પૂર્ણ કરે છે.
શ્રી સ્થાનાંગસૂત્રના ૧૦મા સ્થાનના ત્રીજા ઉદ્દેશાની વૃત્તિમાં “અરુણદેવ અરણોપપાત અધ્યયનના પાઠથી પોતાનું આસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જ્યાં તે પાઠ કરનાર શ્રમણ ભગવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org