Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૮૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
તત્તત્કસ સમજું-તત્વના અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ છે. શ્રી ઉમાસ્વાતિવાચકે પણ તત્ત્વાર્થ સૂત્રમાં
તત્ત્વાર્ધશ્રદ્ધાનું સંક્તિનમ-તત્ત્વોના અર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે એમ જણાવ્યું છે. અહીં તત્ત્વ શબ્દની વિચારણા બે રીતે કરવામાં આવે છે. એક પરમાર્થથી અને બીજી વ્યવહારથી. તેમાં પરમાર્થદષ્ટિએ જીવ, અજીવ, પુણ્ય, પાપ આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો છે. આ નવ તત્ત્વોના અભાવમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે અને વ્યવહારદષ્ટિએ સુદેવ, સુગુરુ અને સુધર્મમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે; કારણ કે આ વિશ્વમાં નિર્ણય કરવા યોગ્ય અને જાણવા યોગ્ય તત્ત્વો ઉપરોક્ત ત્રણ જ છે.
શાસ્ત્રોમાં જણાવ્યું છે કે :
અરિહંત તે સુદેવ છે, પંચમહાવ્રતધારી સાધુ તે સુગુરુ છે અને રાગદ્વેષથી સર્વથા રહિત શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો ધર્મ તે સુધર્મ છે.
આ ત્રણ પ્રત્યેની શ્રદ્ધા એટલે કે સુદેવમાં સુદેવત્વબુદ્ધિ, સુગુરુમાં સુગુરુત્વબુદ્ધિ અને સુધર્મમાં સુધર્મવબુદ્ધિ તે સમ્યક્ત્વ કહેવાય છે. अविग्घेणं
“પાવંતિ વિશે'માં વપરાયેલ વિધેvi પદનો અર્થ છે નિર્વિઘ્નપણે. નિર્વિઘ્નપણે એટલે કે સમ્યત્વ પ્રાપ્ત કરનારા જીવો જ્યાં સુધી મુક્તિપદને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી તેમની સંસારની સ્થિતિ દરમ્યાન પણ તેઓને મનુષ્યજન્મ, આર્યદેશ, આર્યકુલ, પંચેન્દ્રિયપરિપૂર્ણતા, જિનધર્મની પ્રાપ્તિ, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણેચ્છા તથા ધર્મકાર્યો કરવા માટે જોઈતી અનુકૂલતાઓ સાંપડ્યા જ કરે છે અને મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્ન થાય તેવા કોઈ જ સંયોગો ઊભા થતા નથી. इअ संथुओ महायश !
પ્રથમ ગાથામાં ભગવંતની સ્તવના, બીજી ગાથામાં તેમના નામથી અધિષ્ઠિત મંત્રનું ફળ, ત્રીજી ગાથામાં તેમના પ્રણામનું ફળ અને ચોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org