Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૮૫ ગાથામાં તે ભગવંતે પ્રરૂપેલા સમ્યક્ત્વનું ફળ દર્શાવી પાંચમી ગાથામાં ઉપસંહાર કરતાં યાચના કરવામાં આવી છે.
- સ્તવના કર્યા બાદ ભક્તહૃદય તે પરમતારક પરમેશ્વર પાસેથી જે વસ્તુની અપેક્ષા રાખે છે તે અપેક્ષાને આ ગાથામાં વાચા અપાઈ છે.
આ ગાથામાં પરમેશ્વર શ્રી પાર્શ્વનાથ ભગવંતને ત્રણ વિશેષણોથી બિરદાવવામાં આવ્યા છે.
- (૧) મહાયશસ્વી, (૨) દેવ અને (૩) જિનચંદ્ર, મહાયશસ્વીનો અર્થ છે ત્રણે લોકમાં એટલે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાલલોકમાં જેનો યશ વ્યાપી ગયો છે તેવા.
એક દિશામાં લાતી પ્રશંસાને “કીર્તિ કહેવામાં આવે છે અને સર્વ દિશામાં ફેલાતી પ્રશંસાને “યશ” કહેવામાં આવે છે.
અહીં “યશ' શબ્દનો પ્રયોગ થયો છે એટલે “સર્વદિવ્યાપી પ્રશંસા એ અર્થ અભિપ્રેત છે.
અર્થાત્ ત્રણેય લોકમાં અને ત્યાં પણ દશેય દિશાઓમાં જે મહાભાગનો યશ ફેલાઈ ચૂક્યો છે એવા.
“દેવ' શબ્દ સાહિત્યમાં સન્માનસૂચક શબ્દ તરીકે વપરાય છે. જેઓ રાગ વગેરેથી આક્રાંત નથી, યોગ અને ક્ષેમને કરનારા છે, અને સદા પ્રસન્નતાના પાત્ર છે, તેમને મુનિઓ “દેવ' કહે છે* અહીં આ શબ્દ શ્રી પાર્શ્વનાથ સ્વામીના સંબોધન રૂપ છે. “જિનચન્દ્ર એટલે જિનોમાં ચન્દ્ર, જિનોનો અર્થ છે સામાન્ય કેવલીઓ એટલે જેમને કેવળજ્ઞાન પ્રગટ થયું છે તેવા મહાત્માઓ. જિનશાસનરૂપી નભમાં ચમકતા સામાન્ય કેવલજ્ઞાની રૂપી તારકોમાં ભગવાન શ્રી તીર્થંકર પરમાત્મા ચન્દ્રની જેમ ચમકી રહ્યા છે માટે તેમને “જિનચન્દ્ર” કવ્વામાં આવ્યા છે.
★ रागादिभिरनाक्रान्तो योगक्षेमविधायकः, नित्यं प्रसत्तिपात्रं यस्तं देवं मुनयो विदुः ।
. ; ; ; ” . . - - -ન. સ્વ. સં. વિ. પૃ. ૨૯.
પ્ર.-૧-૨૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org