Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૫ ઘટ્ટનથી થતો ઉપસર્ગ તેને કહેવાય છે કે આંખમાં રજ વગેરે પડી જાય અને તેથી તે આંખને મસળવામાં આવે, પરિણામે આંખ દુ:ખવા આવે અથવા તો આંખમાં કે ગળા વગેરેમાં સ્વયમેવ માંસ, વગેરે વધી જાય અને પરિણામે પીડા થાય.'
પ્રપતનથી થતો ઉપસર્ગ તે છે કે બરાબર ધ્યાનપૂર્વક જોઈને ચાલવાનો ખ્યાલ ન રહેવાથી પડવા આખડવાનું થાય અને તેથી પીડા ઊપજે. ૨
સ્તંભનથી થતો ઉપસર્ગ તે છે કે બેઠા, ઊભા, યાવતું સૂતા રહેવાથી પગ વગેરે ખંભિત થઈ જાય.
શ્લેષ્ણથી થતો ઉપસર્ગ તે છે કે પગ વગેરે વાળીને વધુ સમય બેસવાથી પરિણામે તે પગ વગેરે તેવી જ સ્થિતિમાં રહી જાય.’
આ રીતે ચારે પ્રકારના ઉપસર્ગોના ચાર ચાર ભેદ ગણતાં કુલ સોળ ભેદ થાય છે.
કોઈ આ રીતે ભેદ ન ગણતાં ચારે પ્રકારના ઉપસર્ગોના અનુકૂલ તેમ જ પ્રતિકૂલ એમ બબ્બે ભેદ ગણી માત્ર આઠ ભેદ પણ માને છે.'
કોઈ કોઈ સ્થળે ઉપસર્ગોના ચાર ભેદો ન ગણતાં અપેક્ષાભેદને લક્ષ્યમાં રાખીને ત્રણ ભેદો પણ ગણવામાં આવ્યા છે.'
१. घट्टनया वा यथाऽक्षणि रजः पतितं ततस्तदक्षि हस्तेन मलितं दुःखितुमारब्धमथवा
स्वयमेव अक्षणि गले वा मांसाङ्करादि जातं घट्टयतीति । २. प्रपतनया वा यथा अप्रयत्नेन संचरतः प्रपतनात् दुःखमुत्पद्यते । ३. स्तंभनया वा यथा तावदुपविष्टः स्थितो यावत्सुप्तः पादादिः स्तब्धो जातः । ४. श्लेष्णया वा यथा पादमाकुञ्च्य स्थितो वा तेन तथैव पादौ लगितौ इति ।
સ્થા. ઠા. ૪ ઉ. ૪ ૧. વ વાહિશાવવોડનુત્તપ્રતિવૃત્તાત્ ગણધા મવતિ ! -સૂત્ર. ૧ શ્ર, ૩ અ. ६. दिव्वे य उवसग्गे तहा तिरिच्छ माणुसे जे भिक्खू सहइ निच्चं
- ઉત્ત. સૂત્ર, ૩૧ અધ્યયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org