Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૭૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આ સર્વ પ્રકારના ઉપસર્ગોને દૂર કરવાનું સામર્થ્ય પાર્શ્વયક્ષમાં* છે. આવો પાર્શ્વયક્ષ જેમની સેવા કરે છે તેવા શ્રી પાર્શ્વનાથ ભગવંત છે તેથી તેમનું માહાભ્ય અતિ અભુત કોટિનું અપ્રમેય છે. તે “વહાં પસં' પદ દ્વારા સૂચવાય છે.
શ્રી તીર્થકર ભગવંતોને જયારે નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ દેવોએ નિર્મિત કરેલા સમવસરણમાં વિરાજમાન થઈ ભવ્ય
* યક્ષો તે વ્યંતરદેવ નિકાયના ૧. કિનર, ૨. લિંપુરુષ, ૩. મહોરગ, ૪. ગાંધર્વ, ૫. યક્ષ, ૬. રાક્ષસ, ૭. ભૂત અને ૮. પિશાચ એ આઠ ભેદો પૈકીનો પાંચમો ભેદ છે.
તેઓ પર્વતો તથા ગુફાઓ આંતરાઓ તથા વનવિવર આદિમાં વસનારા હોવાથી “વ્યતર' કહેવાય છે.
યક્ષોના તેર પ્રકારો છે. ૧. પૂર્ણભદ્ર, ૨. માણિભદ્ર, ૩. શ્વેતભદ્ર, ૪. હરિભદ્ર, ૫. સુમનોભદ્ર, ૬. વ્યતિપાતિકભદ્ર, ૭. સુભદ્ર, ૮. સર્વતોભદ્ર, ૯, મનુષ્ય યક્ષ, ૧૦. વનાધિપતિ, ૧૧. વનાહાર, ૧૨. રૂપયક્ષ અને ૧૩. યક્ષોત્તમ.
યક્ષોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે
તેઓ શ્યામ પરંતુ કાન્તિવાળા, ગંભીર, મોટી નાભિવાળા, શ્રેષ્ઠ, જેમનું દર્શન પ્રિય લાગે તેવા, માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત દેહવાળા, જેમના હાથપગનાં તળિયાં, નખ, તાળવું, જિલ્લા તથા ઓઇયુગલ રાતાં છે તેવા, દેદીપ્યમાન મુકુટને ધારણ કરનારા, વિવિધ રત્નોનાં આભૂષણો ધારણ કરનારા તથા વટવૃક્ષની ધ્વજાવાળા હોય છે.
-ત. ભ. અ. ૪. સૂ. ૧૨ પાર્શ્વયક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે
હાથી જેવું તેનું મુખ છે, સર્પની ફણાથી મંડિત મસ્તક અને શ્યામ વર્ણથી તે શોભે છે, કાચબાનું વાહન અને ચાર ભુજાઓ છે, જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ છે, ડાબા બે હાથમાં નોળિયો તથા સર્પ છે.*
આ યક્ષ અડતાળીસ હજાર યક્ષોથી પરિવરેલો છે.* ★ पार्श्वयक्षं गजमुखमुरगफणामण्डितशिरसं श्यामवर्णं कूर्मवाहनं चतुर्भुजं बीजपूरकोरगयुतदक्षिणपाणिं नकुलकाहियुतवामपाणि चेति ।
નિ. ક. પત્ર ૩૭ અ. x अष्टाचत्वारिंशत्सहस्रयक्षपरिवृतः श्री पार्श्वनाथपादयुग्मसेवां करोति ।
--દ્ધિ. પા. કૃ. લ. પૃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org