Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર૭૩૮૧ પુરવાર થાય. જો આમ થાય તો તે સિવાયની વ્યક્તિઓ માટે પણ કોઈ સુગમ માર્ગ આવશ્યક છે, તેથી સ્તોત્રકારે જણાવ્યું કે મંત્રને એક બાજુએ રાખીએ તો ય તમને કરેલો પ્રણામ પણ બહુ ફલદાયક છે. પ્રણામ
અહીં પ્રણામ શબ્દ ઉપયોગમાં લેવાયો છે જે સૂચક છે. પૂનમથી નિષ્પન્ન થયેલ આ શબ્દમાં પ્ર ઉપસર્ગનો થયેલો ઉપયોગ પ્રકૃષ્ટ અર્થને જણાવે છે એટલે કે પ્રકૃષ્ટ કોટિનો નમસ્કાર.
પ્રકૃષ્ટ નમસ્કાર એટલે “આ અપાર અને ઘોર સંસારસાગરમાં આમથી તેમ અથડાતા અનંતાનંત જીવો કે જે અનાદિકાલથી માર્ગદર્શકના સંયોગના અભાવે સંસારસાગરના તીરને પામી શકતા નથી અને જેમનાં વિવેકલોચનો મોહના યોગે બિડાઈ ગયાં છે તેમને જો કોઈ સત્યમાર્ગ દર્શાવનાર હોય અને સંસારસાગરથી પાર ઉતારનાર હોય તો તે શ્રી જિનેન્દ્ર ભગવંતો જ છે. નિખિલ વિશ્વમાં તેના સમાન કોઈ જ તારક નથી અને કોઈ જ શરણ નથી, તેમણે જે કંઈ પ્રરૂપ્યું છે, જે કંઈ દર્શાવ્યું છે, જે કંઈ ઉપદેશ્ય છે તે જ સત્ય છે, તે જ શંકા વિનાનું છે અને કલ્પાંતે પણ તેમાં પરિવર્તન થનાર નથી. આવી શ્રદ્ધાપૂર્વક, “હું ધન્ય છું, કૃતપુ છું કે આ અપાર ભવસમુદ્રમાં મને ભગવંત શ્રી જિનેન્દ્રની વંદના કરવાનો સુયોગ સાંપડ્યો ! આવા ભાવોલ્લાસથી તે પરમ વિસ્તારકને કરાયેલ નમસ્કાર તે પ્રકૃષ્ટ નમસ્કાર છે અને તે જ વાસ્તવિક પ્રણામ છે. વિ' નો અર્થ :
અહીં “પUTIો વિ' પદમાં “વિ' શબ્દનો પ્રયોગ છે. “વિ'નો અર્થ છે “પણ” એટલે પ્રણામ પણ બહુ ફલદાયક છે. અર્થાત તમારી આજ્ઞાનું પાલન, તમારું પૂજન વગેરે તો બહુફલદાયક છે જ પણ તમને કરેલો પ્રણામ પણ બહુફલદાયક છે, એ વિ'નો ગૂઢાર્થ છે.
આ રીતના કથન દ્વારા પ્રણામની અત્યધિક મહત્તા સૂચવાય છે. પ્રણામ શબ્દને એકવચન :
અહીં “પ્રણામ' શબ્દને એકવચન લગાડેલ છે એટલે તેનો અર્થ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org