Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
પ્રાંતે તત્ત્વ (£) અને પ્રણિપાત (નમ:) બીજોથી સમન્વિત કરવાનું ટીકાકારોએ જણાવ્યું છે. સ્તોત્રકારે “વિરત્રિીમંત' વિશે કાંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. તેનું કારણ કદાચ એ હશે કે પૂર્વકાલમાં આ બધું જ્ઞાન-આમ્નાય વગેરે ગુરુની કૃપાથી મેળવવામાં આવતું હતું. એટલે જેને તેને આ મંત્ર આપવાનો ન હોય. અને તેથી સ્તોત્રકારે સંપૂર્ણ મંત્ર પણ ન દર્શાવતાં તેનો ‘વિસદરર્લિંગ' પદોથી માત્ર સાંકેતિક નિર્દેશ કર્યો છે. - આ મંત્રમાં “વિસદર' અને “પુત્નિ' શબ્દનો પ્રયોગ શા માટે કરાયો હશે ? કારણ કે વિહરનો અર્થ સર્પ છે અને ત્રિાનો અર્થ અગ્નિના કણો છે. નામિકા પાસ વસઈ નિr એ શબ્દો તો ભગવંત શ્રી પાર્શ્વનાથસ્વામી સાથે સંબંધ ધરાવે છે. પણ વિસર અને પુત્રિ શબ્દો શ્રી પાર્શ્વનાથસ્વામી સાથે સંબંધ ધરાવતા નથી એવી શંકા ઊઠવી સ્વાભાવિક છે.
આ શંકાનું સમાધાન આચાર્ય શ્રી હર્ષકીર્તિસૂરિએ રચેલી સવાદની ટીકામાં આપેલ છે. તેમણે જણાવ્યું છે કે વિપથરી એટલે સર્પો અને અતિ એટલે અગ્નિકણો. આ શબ્દો દ્વારા ઉપલક્ષણથી સર્વ ઉપદ્રવો સમજવાના છે. આ મંત્ર સર્વ ઉપદ્રવનું નિવારણ કરનાર છે તે સૂચવવા આ શબ્દો મુકાયા છે.
આ મંત્ર ધરણેન્દ્ર, પદ્માવતી તથા પાર્શ્વયક્ષથી અધિષ્ઠિત છે, તેથી તે મહામહિમાવંત તથા નિશ્ચિત ફલદાયક છે. चिट्ठउ दूरे मंतो :
ઉપર્યુક્ત ગાથામાં દર્શાવેલ મંત્રની સાધના સર્વ કોઈ કરી શકતા નથી. કારણ કે તે માટે સત્ત્વની-પૈર્યની આવશ્યકતા છે. તદુપરાંત મંત્રસાધનામાં ઉપયોગી અનુષ્ઠાનો પણ કરવાનાં હોય છે. આ કર્યા પછી પણ કોઈ ભાગ્યવાન સાધક ઉપર જ મંત્રના અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થાય છે અને તેને ઇચ્છિત ફળ આપે છે.
સહુ કોઈમાં આવુ સત્ત્વ, વૈર્ય કે અનુષ્ઠાન કરવાની અનુકૂલતા ન હોઈ શકે તેથી મંત્ર તો કેવળ સામર્થ્યવાન વ્યક્તિઓ માટે જ કાર્યસાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org