Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૩૭૩ પ્રાકૃત ભાષામાં નિબદ્ધ હોય તે સ્તોત્ર કહેવાય છે.' પ્રસ્તુત સ્તોત્રમાં ઉપર્યુક્ત બંને લક્ષણો ઘટિત થાય છે.
આ સ્તોત્ર દ્વારા સ્તવનીય શ્રી પાર્શ્વનાથ ભગવંત છે કે જે સર્વ કર્મમલકલંકથી રહિત થયેલા છે તથા અભુતપુણ્યપ્રકૃતિસંપન્ન છે, તેથી આ સ્તોત્ર મહા પ્રભાવિક છે
તથા આ સ્તોત્રના રચયિતા છેલ્લા ચૌદ પૂર્વધર, શ્રુતકેવલી, મહાનિમિત્તિક, ચરમ તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામીની છઠ્ઠી પાટે થયેલા આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી છે તેથી આ સ્તોત્ર અનેક અર્થોથી સભર છે. તથા આ સ્તોત્ર સર્વજ્ઞ (ચૌદપૂર્વધર) ભાષિત છે તેથી દેવાધિષ્ઠિત છે તથા લક્ષણોપેત છે. ૨ મંગલાચરણ
આ સ્તોત્રમાં મંગલ તરીકે શ્રી પાર્શ્વનાથસ્વામીનું અભિધાન (પા) મૂકવામાં આવ્યું છે.
- જિનેન્દ્રોનું નામ મંગલ છે. તે નામ તે જ શ્રેષ્ઠ એવો સિદ્ધ મંત્ર છે તેમ સ્તોત્રો આદિમાં સ્થળે સ્થળે કહેવાયું છે. ઉપસર્ગો
‘ઉપસર્ગનો અર્થ છે જેના યોગે જીવ પીડા આદિની સાથે સંબંધ પામે તે. . उपसृज्यते संबध्यते पीडादिभिः सह जीवस्तेनेत्युपसर्गः
૨. પાયમાલીબદ્ધ થોત્ત |
-ચે. વ. મ. ભા. પૃ. ૧૫૦ २. सव्वं च लक्खणोवेयं समहिट्ठन्ति देवता, सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णुभासियं ।
પા. સૂ. પૃ., પ. ૭૧ ૩. પારૂ નામવરસિદ્ધમંતનાવે છે
. સ્તો. સં, ભા. ૨, પૃ. ૪૦ यत्राममन्त्राक्षरजापलेशाद् भव्या भवन्त्येव चिरं महेशाः ।।
- જે. સ્તો. સૂ, ભા. ૨, પૃ. ૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org