Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
બીજું, વિદ્યા અને મંત્ર દૂષિત નથી પણ તેનો દુરુપયોગ કરવો તે દૂષિત છે. જો વિદ્યા અને મંત્ર દૂષિત હોત તો ભગવાન શ્રી મહાવીરના ઘણા અંતેવાસીઓ વિદ્યાપ્રધાન તથા મંત્રપ્રધાન હતા, એવો આગમોમાં ઉલ્લેખ પ્રાપ્ત ન થાત.
પરંતુ તેમ નથી અને તેથી જ જ્યારે જયારે શાસન ઉપર, ચતુર્વિધ સંઘ ઉપર, ચેત્યો ઉપર આપત્તિઓ આવી છે, ત્યારે ત્યારે પૂર્વાચાર્યોએ તે તે આપત્તિઓનું નિવારણ મંત્રો દ્વારા પણ કર્યાનાં અનેક દૃષ્ટાંતો ઉપલબ્ધ થાય છે.
(૧૭) પ્રશ્ન : ભદ્રબાહુસ્વામીએ ઉપસર્ગના નિવારણ માટે ચોવીસ તીર્થંકરોમાંથી
કેવળ શ્રી પાર્શ્વનાથસ્વામીનું જ સ્તવનામય સ્તોત્ર શા માટે રચ્યું ? ઉત્તર : ચોવીસેય તીર્થકરોનું નામ, સ્મરણ કે ધ્યાન ઉપદ્રવોને નિવારનાર છે
પરંતુ ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામી વિશિષ્ટ પુણ્યપ્રકૃતિસંપન્ન હતા, પુરુષાદાનીય હતા, જેમની પૂજા, ભક્તિ, નામસ્મરણ, ગુણગાન, આ અવસર્પિણીની પૂર્વેની ઉત્સર્પિણીથી ચાલુ હતા તેથી તેમનાં નામસ્મરણ કે ધ્યાનનું બલ ઉત્કૃષ્ટ કોટિનું ફલદાયક હોવાથી તે પરમેશ્વરના સ્તવનામય સ્તોત્રની રચના કરી છે.
(૧૮) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રના પાઠ માત્રથી પૂર્વકાલમાં નાગરાજ ધરણેન્દ્ર
પ્રત્યક્ષ હાજર થતા હતા તે વાત સત્ય છે ? ઉત્તર : જિનસૂરમુનિકૃત પ્રિયંકરનૃપકથામાં જણાવ્યું છે કે પ્રથમ આ સ્તોત્રમાં
છઠ્ઠી ગાથા પણ હતી. તેના સ્મરણથી ધરણેન્દ્ર તરત જ પ્રત્યક્ષ થતા હતા અને કષ્ટનું નિવારણ કરતા હતા.
' (૧૯) પ્રશ્ન : તે છઠ્ઠી ગાથા કઈ હતી ? ઉત્તર : જો ઉવસગ્ગહરં સ્તોત્રમાં છઠ્ઠી ગાથા હોય તો ય હાલ તે ઉપલબ્ધ
નથી, કારણ કે ધરણેન્દ્ર આવીને આચાર્ય ભદ્રબાહસ્વામીને વિનંતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org