Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૫૫ ઉત્તર : હા. તે દૃષ્ટિએ વિચારતાં નમકમંત્રના અર્થથી પ્રકાશનારા
ભગવાન શ્રી વર્ધમાનસ્વામી જ કહી શકાય. કારણ કે આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ પૂર્વોમાંથી ઉદ્ધાર કરીને આ સ્તોત્ર રચ્યાનો ચતુર્વિશતિ પ્રબંધમાં ઉલ્લેખ છે.'
(૧૫) પ્રશ્ન : ઉવસગ્ગહર એ કેવળ ભક્તિસ્તોત્ર છે, કે મંત્રમંત્રોથી યુક્ત
સ્તોત્ર છે ? ઉત્તર : ઉવસગ્ગહર એ પરમેશ્વર શ્રી પાર્શ્વનાથની સ્તવના દ્વારા
ભક્તિરસને વહાવતું એક આધ્યાત્મિક સુંદર સ્તોત્ર હોવા સાથે મંત્રોથી યુક્ત કૃતિ છે કે જેના દ્વારા અનેક ભવ્યાત્માઓએ પોતાના ઇષ્ટદેવ સાથે નૈકટ્ય સાધવાપૂર્વક પોતાનાં આધિભૌતિક કષ્ટોથી પણ મુક્તિ પ્રાપ્ત કરી છે.
પ્રશ્ન : ભગવાન શ્રી મહાવીરે જૈન શ્રમણોને માટે મંત્ર, મૂલ વૈદ્યક, વમન
વિરેચન આદિ ચિકિત્સાના પ્રયોગોને વર્ય ગણ્યા છે અને તેનો પ્રયોગ ન કરે તેને જ ભિક્ષુ કહ્યા છે તો પછી શ્રુતકેવલી આચાર્યો
મંત્ર યંત્રમય કૃતિઓ રચે ખરા ? ઉત્તર : આ પ્રયોગો ત્યારે જ વર્ષ કહ્યા છે કે જ્યારે તે આજીવિકા માટે
અથવા વ્યક્તિગત સ્વાર્થ માટે કે ઈહલૌકિક કામના માટે તેની સાધના કરવામાં આવે. ચૌદ પૂર્વમાં નિમિત્તજ્ઞાન, વિદ્યાઓ તથા મંત્રોનો વિષય આવતો હતો જેનું સંપૂર્ણ જ્ઞાન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીને હતું.
१. ततः पूर्वेभ्य उद्धृत्य, 'उवसग्गहरं पासं' इत्यादि स्तवनं गाथापञ्चकमयं संदृब्धं गुरुभिः
–ચ. વિ. પ્ર., પૃ. ૭ २. मंतमूलं विविहं वेज्जचितं वमण-विरेयण-धूमनित्त सिणाण-आउरे सरणं तिगिच्छियंच तं परिन्नाय परिव्वए स भिक्खू ।
-ઉત્તરાધ્યયન સૂત્ર ૧૫મું અધ્યયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org