Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર ૦૩૫૩
કહેવામાં આવે છે.'
પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રનો માત્ર પાઠ જ કરવાથી ઇષ્ટ ફળો મળે છે કે
તેની સાધના કરવાથી જ ઇષ્ટ ફળ મળે છે ? ઉત્તર : ઉવસગ્ગહર સ્તોત્રાનો વિધિપૂર્વક તેના અર્થના ચિંતનમાં
ઉપયોગવાન બનવાપૂર્વક જો માત્ર જાપ જ કરવામાં આવે તો પણ તે ફળદાયક થાય છે. કારણ કે શ્રી પાર્શ્વનાથ ભગવંતના નામરૂપી મંત્રથી આ સ્તોત્ર અધિષ્ઠિત છે અને ભગવંતનું નામ એ જ સિદ્ધ મંત્રે છે. તેથી તેનો જાપ પણ ઈષ્ટ ફળદાયક થાય છે.
(૧૦) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્રના જાપ દ્વારા તે સ્તોત્રના અધિષ્ઠાયક દેવો સાધક
ઉપર પ્રસન્ન થાય છે. અને તેનાં વિઘ્નો દૂર કરે છે તે શું સત્ય છે? ઉત્તર : હા. તે વાત સત્ય છે અને તેથી જ ઉપસર્ગોને દૂર કરનાર પાર્શ્વયક્ષ છે જેમને એ વિશેષણ મુકાયેલ છે.
(૧૧) પ્રશ્ન : ઉવસગ્ગહર સ્તોત્ર સર્વશભાષિત છે માટે દેવાધિષ્ઠિત છે તે વાત
સત્ય છે ? ઉત્તર : હા. તે વાત સત્ય છે. કારણ કે જે જે વસ્તુ લક્ષણોપેત હોય તે
દેવાધિષ્ઠિત હોય છે. સૂત્ર લક્ષણોપેત હોય છે, કારણ કે તે સર્વજ્ઞભાષિત હોય છે.
१. आविंशत्यक्षरान्मन्त्रः समारभ्य दशाक्षरात् । ये विंशत्यक्षरादूर्ध्वं मन्त्रमाला (मालामन्त्रा) ત મૃતા: || રદ્દ |
વિદ્યાનુશાસન (યો. શા. અ. પ્ર. વિભા. ૧ કિ. ૨ પૃ. ૮૮) २. तुहनामक्खरफुडसिद्ध-मंतगुरुआ नरा लोए ।
નમિઉણસ્તોત્ર ગા. ૯.
३. सव्वं च लक्खणोवेयं समहिटुंति देवता । सुत्तं च लक्खणोवेयं जेण सव्वण्णुभासियं ।।
પા. સૂ. વૃ. પત્ર ૭૧ પ્ર.-૧-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org