Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૫૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
(૧૨) પ્રશ્ન : જે જે લક્ષણોપેત હોય તે તે દેવાધિષ્ઠત હોય તેવાં દૃષ્ટાંતો ઉપલબ્ધ
થાય છે? ઉત્તર : હા. ભગવતી સૂત્રના ૧૪મા શતકના ૮મા ઉદ્દેશામાં શ્રી
ગૌતમગણધરના નીચે મુજબના પ્રશ્ન કે હે ભગવંત ! આ સાલ વૃક્ષનો જીવ અહીંથી કાળ કરીને કયાં ઉત્પન્ન થશે ? ના ઉત્તરમાં ભગવંત શ્રી મહાવીર પરમાત્માએ ફરમાવ્યું છે કે હે ગૌતમ ! તે સાલ વૃક્ષનો જીવ આ જ રાજગૃહનગરમાં સાલવૃક્ષ તરીકે ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત, પ્રધાન, જેની સેવા સફળ થાય તેવો, જેનું દેવ વડે સાન્નિધ્ય કરાયું છે તેવો થશે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે લક્ષણોપેત વસ્તુઓ દેવાધિષ્ઠિત હોય છે.
(૧૩) પ્રશ્ન : ભગવાન શ્રી વર્ધમાનસ્વામીએ અર્થથી વિદ્યાઓ અને મંત્રો દર્શાવ્યાં
છે તે વાત સત્ય છે ? ઉત્તર : હા. ભગવાન્ શ્રી વર્ધમાનસ્વામીએ સૌથી પહેલાં અર્થથી ૧૪ પૂર્વો
દર્શાવ્યાં છે. તે પછી જ અંગો દર્શાવ્યાં છે. તેથી જ તેને પૂર્વ કહેવામાં આવે છે. તે ચૌદ પૂર્વો પૈકી દશમા પૂર્વ વિદ્યાપ્રવાદમાં તે ભગવંતે અર્થથી વિદ્યાઓ અને મંત્રો દર્શાવ્યાં છે.
(૧૪) પ્રશ્ન : તે પછી નમિUT પાસ વિસર મંત્રના અર્થથી પ્રકાશનારા ભગવાન
શ્રી વર્ધમાનસ્વામી જ ગણાય ને ?
१. एस णं भंते सालरुक्खे उपहाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा
कहिं गच्छिहिति कहिं उववज्जिहिति ? गोयमा ! इहेव रायगिहे नगरे सालरुक्खत्ताए पच्चायाहिति, से णं तत्थ अच्चिय वंदिय पूईय सक्कारिय सम्माणिए दिव्वे सच्चे सच्चेबाए सन्निहियपाडिहरे लाउल्लोइयमहिए यावि भविस्सह...!
ભ. સૂ. ૧૪ શ. ૮ ઉ. પૃ. ૬૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org