Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
“જાવંત કે વિ સાહૂ સૂત્ર૯ ૩૨૫ પ્રમાણ છે. તેની બહાર કોઈ પણ મનુષ્યનો જન્મ થતો નથી. આ અઢીદ્વીપમાં સહુની મધ્યમાં જબૂદ્વીપ છે, તેને ફરતો લવણસમુદ્ર છે, તેને ફરતો ધાતકીખંડ છે, તેને ફરતો કાલોદધિ સમુદ્ર છે અને તેને ફરતો પુષ્કરાવર્ત નામનો દ્વીપ છે કે જેની બરાબર મધ્યમાં આવેલા માનુષોત્તર પર્વત સુધી મનુષ્ય લોકની હદ છે, એટલે તે દ્વીપ અર્ધી ગણાય છે. આ અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપ મળી કુલ ૧૦૧ ક્ષેત્રો મનુષ્યને ઉત્પન્ન થવાનાં સ્થાનો છે. તેમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલાઓ યુગલિકધર્મમાં હોવાથી તેમને સાધુપણું-વિરતિભાવ સ્પર્શી શકતો નથી. મતલબ કે ૧૫ કર્મભૂમિઓમાં જ સાધુપણું પ્રાપ્ત થઈ શકે છે. આ ૧૫ કર્મભૂમિની સંખ્યા દ્વીપવાર નીચે મુજબ છે :જંબૂદ્વીપ –૧ ભરત, ૧ એરવત, ૧ મહાવિદેહ ધાતકીખંડ -૨ ભારત ૨ એરવત ર મહાવિદેહ પુષ્કરાર્ધદ્વીપ – ભરત ૨ એરવતા ૨ મહાવિદેહ
૫ ભરત, ૫ ઐરાવત, પ મહાવિદેહ. ૩-[૨]-પણ. સોહિં તેfહ-[સર્વેશ્ચઃ તેથ્ય ]-તે સર્વેને. પU-[પ્રતિ:]....પ્રણત, નમેલો (હું). તિવિ-[ત્રિવિધે-ત્રણ પ્રકારે, ત્રણ કરણથી. તિવંદ-વિવા-[રિતા-
વિષ્ય:]-“ત્રણ દંડથી જેઓ વિરામ પામેલા છે, તેઓને.
જેનાથી આત્મા દંડાય, તે દંડ; આ કાર્ય ત્રણ પ્રકારે થાય છે -મનથી, વચનથી અને કાયાથી. એટલે દંડ પણ ત્રણ પ્રકારના ગણાય છે : મનોદંડ, વચનદંડ અને કાયદંડ. આ ત્રણે પ્રકારના દંડથી વિરમવું એ સાધુ-જીવનનું મુખ્ય લક્ષણ છે; અર્થાત્ સાધુ કોઈને પણ મનથી દડે નહિ, વચનથી દડે નહિ અને કાયાથી પણ દંડે નહિ. આવી રીતે જેઓ ત્રણ દંડથી વિરામ પામેલા છે, તેઓ ભાવસાધુ છે અને તેમને જ અહીં વંદન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org