Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-મૂત્રપ્રબોધટીકા-૧
(૭) પ્રકીર્ણક ખરતરગચ્છના આચાર્ય શ્રીજિનપ્રભસૂરિએ સં. ૧૩૬૪માં રચેલ વિધિપ્રપા(દેવ-પૂજાવિધિ)માં તથા શ્રી જિનકુશલસૂરિએ સં. ૧૩૮૩માં રચેલી ચૈત્યવંદનકુલક-વૃત્તિમાં, તથા સં. ૧૪૬ ૮માં રુદ્રપલ્લીપગચ્છના શ્રીવર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકર વગેરે ગ્રંથોમાં ચૈત્યવંદન-વિધિ વિધાનાદિમાં આ નમોડતું પાઠ જોવામાં આવે છે.
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની કૃતિ કલ્યાણ મંદિર સ્તોત્ર હોવાથી તેની રચના વિશેના લખાણમાં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જેમાં આ રપોર્દઆ પદ સંબંધી વિવેચન છે :
એકદા તેણે વાદ કરવા આવેલા ભટ્ટને સંભળાવવા માટે નવકારને બદલે એ નમોહૃત્સિદ્ભાવાર્થોપાધ્યાય સર્વ સાધુગ: એ પ્રમાણે ચૌદ પૂર્વમાં કહેલું સંસ્કૃત વાક્ય કહ્યું તથા એકદા તે સિદ્ધસેન સૂરિએ પોતાના ગુરુને કહ્યું કે-આ સર્વ આગમ પ્રાકૃતમાં છે તેને હું સંસ્કૃતમાં બનાવું. ત્યાં ગુરુએ તેને કહ્યું કે-બાળ, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ જનો કે જેઓ ચારિત્ર લેવાની ઇચ્છાવાળા હોય તેમના હિત માટે તત્ત્વજ્ઞાનીઓએ સિદ્ધાંતના ગ્રંથો પ્રાકૃતમાં રચ્યા છે, તે યોગ્ય છે; છતાં તમે આવો વિચાર કર્યો તેથી તમને મોટી આશાતના લાગી. તેનું પ્રાયશ્ચિત્ત પણ ઘણું મોટું લાગ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org