SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-મૂત્રપ્રબોધટીકા-૧ (૭) પ્રકીર્ણક ખરતરગચ્છના આચાર્ય શ્રીજિનપ્રભસૂરિએ સં. ૧૩૬૪માં રચેલ વિધિપ્રપા(દેવ-પૂજાવિધિ)માં તથા શ્રી જિનકુશલસૂરિએ સં. ૧૩૮૩માં રચેલી ચૈત્યવંદનકુલક-વૃત્તિમાં, તથા સં. ૧૪૬ ૮માં રુદ્રપલ્લીપગચ્છના શ્રીવર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકર વગેરે ગ્રંથોમાં ચૈત્યવંદન-વિધિ વિધાનાદિમાં આ નમોડતું પાઠ જોવામાં આવે છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની કૃતિ કલ્યાણ મંદિર સ્તોત્ર હોવાથી તેની રચના વિશેના લખાણમાં નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જેમાં આ રપોર્દઆ પદ સંબંધી વિવેચન છે : એકદા તેણે વાદ કરવા આવેલા ભટ્ટને સંભળાવવા માટે નવકારને બદલે એ નમોહૃત્સિદ્ભાવાર્થોપાધ્યાય સર્વ સાધુગ: એ પ્રમાણે ચૌદ પૂર્વમાં કહેલું સંસ્કૃત વાક્ય કહ્યું તથા એકદા તે સિદ્ધસેન સૂરિએ પોતાના ગુરુને કહ્યું કે-આ સર્વ આગમ પ્રાકૃતમાં છે તેને હું સંસ્કૃતમાં બનાવું. ત્યાં ગુરુએ તેને કહ્યું કે-બાળ, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ જનો કે જેઓ ચારિત્ર લેવાની ઇચ્છાવાળા હોય તેમના હિત માટે તત્ત્વજ્ઞાનીઓએ સિદ્ધાંતના ગ્રંથો પ્રાકૃતમાં રચ્યા છે, તે યોગ્ય છે; છતાં તમે આવો વિચાર કર્યો તેથી તમને મોટી આશાતના લાગી. તેનું પ્રાયશ્ચિત્ત પણ ઘણું મોટું લાગ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy