Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો લ્થ સૂત્ર ૩૦૭ આત્માનો સ્વભાવ સર્વ વસ્તુઓને જોવા જાણવાનો છે. તે તેના પર આવેલાં સર્વ પ્રકારનાં આવરણો દૂર થવાથી પ્રકટ થાય છે. અહીં પ્રથમ જ્ઞાન અને પછી દર્શનને ગ્રહણ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સર્વ લબ્ધિઓ સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગથી યુક્ત આત્માને પ્રકટ થાય છે, પણ દર્શનોપયોગથી યુક્ત આત્માને પ્રકટ થતી નથી.
વિટ્ટ-છેડા -[વ્યવૃત્ત-છો ?]-છઘરહિતોને, જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે, તેઓને.
વ્યાવૃત્ત-માતમ-વ્યાવૃત્ત એટલે ચાલ્યું ગયેલું. છમ એટલે આવરણ-ઘાતી કર્મોરૂપી આવરણ. તાત્પર્ય કે જેમનું છમસ્થપણું ચાલ્યું ગયું છે. તેઓને. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતકર્મો જ્યાં સુધીની પૂરેપૂરાં ક્ષય ન પામે ત્યાં સુધી અવસ્થા છબસ્થાવસ્થા કહેવાય છે.
કેટલાક એમ માને છે કે ધર્મની ગ્લાનિ થતી જોઈને, ધર્મનો વિનાશ થતો જોઈને પરમપદ પામેલા એવા જ્ઞાનીઓ તે સ્થિતિ દૂર કરવાને માટે ફરી વાર જન્મ ધારણ કરે છે, પણ આ માન્યતા યુક્તિ-સંગત નથી. જે સર્વથા વીતરાગ છે-મોહ રહિત છે, તેમને જન્મ લેવાનું પ્રયોજન નથી અને જે મોહસહિત છે, તે ખરેખર પરમપદને પ્રાપ્ત થયેલા હોતા જ નથી. એટલે છદ્મસ્થપણું એક વાર પૂરેપૂરું ચાલી ગયા પછી પુનઃ તે આવતું નથી. શ્રી તીર્થકર દેવો ઘાતકર્મનો નાશ કરનારા હોવાથી તેમનું છદ્મસ્થપણું પૂરેપૂરું ચાલ્યું ગયું હોય છે.
નિHIV ગાવાઈi-[fજગ્ય: કાપવેગ ]-જિતનારાઓને તથા જિતાવનારાઓને.
રાગાદિ-દોષો જે સ્વાનુભવ-સિદ્ધ છે, અને જે સંસારપરિભ્રમણનું મુખ્ય કારણ છે, તેને શ્રી તીર્થકર દેવો બરાબર જીતી લે છે; એટલું જ નહિ પણ તેઓ સદુપદેશાદિ વડે અન્યને એવું બળ સમર્પે છે કે જેથી તેઓ પણ રાગાદિ-દોષોને જીતી લેવામાં સમર્થ થાય છે.
તિન્નાઇ તારયા U-[તીઊંચઃ તાઃ ]-તીર્ણોને, તારકોને. જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org