Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૧૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
આ ચાર પ્રકારના જિનોમાંથી અહીં ભાવ-જિનો કે ભાવઅરિહંતોની સ્તુતિ કરવામાં આવે છે.
૨-૩. શ્રીઅરિહંત ભગવંતોની સ્તુતિ કયા હેતુથી કરવામાં આવે છે ? તે જાણવાની ઈચ્છા પ્રત્યેક મુમુક્ષુને હોય છે; તેથી હવે પછીની બે સંપદાઓમાં સામાન્ય હેતુ કે ઓઘ-હેતુ અને વિશેષ-હેતુ કે ઈતર-હેતુઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રીઅરિહંત ભગવંતો આદિકર, તીર્થકર સ્વયંસંબુદ્ધ હોય છે, તે એમની સ્તોતવ્યતાનો (સ્તુતિ કરવા યોગ્ય હોવાનો) સામાન્ય હેતુ છે અને તેઓ પુરુષોત્તમ, પુરુષ-સિંહ, પુરુષ-વરપુંડરીક તથા પુરુષ-વરગંધહસ્તી હોય છે, તે એમની સ્તોતવ્યતાનો વિશેષ હેતુ છે.
૪. અહિતોનું આદિકરપણું, તીર્થંકરપણું, સ્વયં-સંબુદ્ધપણું કે પુરુષોત્તમાદિપણું, મુમુક્ષુઓને કઈ રીતિએ ઉપયોગી છે, તે જણાવવા માટે ઉપયોગ-સંપદાને રજૂ કરવામાં આવી છે. જેઓ સ્વયં ઉત્તમ હોય તેઓ જ બીજાને ઉત્તમ બનાવી શકે છે, ઉત્તમ બનવાનો રાહ દર્શાવી શકે છે; એટલે પ્રથમ સહજ-તથાભવ્યત્વ આદિ ગુણો વડે તેમનું લોકોત્તમપણું દર્શાવવામાં આવ્યું છે. આવા લોકોત્તમ અરિહંતો રાગાદિદોષોથી રક્ષણીય સમસ્ત પ્રાણીઓના યોગ અને ક્ષેમ કરવા વડે તેમના નાથ બને છે, સમ્યફ પ્રરૂપણા વડે વ્યવહારરાશિમાં આવેલા સર્વ જીવોનું હિત કરે છે, સકલ સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાંથી મોહનો ગાઢ અંધકાર દૂર કરી તેમને સમ્યક્ત પમાડે છે અને વિશિષ્ટ ચૌદ પૂર્વધરો જેવા ઉત્તમકોટીના શ્રતધરોના પણ સૂક્ષ્મતમ સંદેહો દૂર કરી તથા તેમને વિશેષ બોધ પમાડી તેમનામાં જ્ઞાનનો પ્રદ્યોત કરે છે, એટલે જુદી જુદી કક્ષામાં રહેલા સકલ ભવ્યજીવોને તેઓ એક યા બીજા પ્રકારે ઉપયોગી થાય છે, અને તે જ એમની સ્તોતવ્યતાનું પ્રધાન કારણ છે.
૫. શ્રી અરિહંત દેવોની આ ઉપયોગિતા જે હેતુઓ વડે સિદ્ધ થાય છે. તેનો નિર્દેશ ઉપયોગ, હેતુ કે તદ્ધતુ-સંપદા દ્વારા કરવામાં આવ્યો છે. સાત પ્રકારના ભયમાંથી મુક્તિ આપવી, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરવું, કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થાય તેવો માર્ગ દર્શાવવો, તત્ત્વ-ચિંતનરૂપ શરણ આપવું અને જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિનો લાભ પમાડવો, એ હેતુઓ વડે તેમની ઉપયોગિતા પ્રકટ સિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org