Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૨૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અધ્યાત્મના સર્વોત્કૃષ્ટ આદર્શને રજૂ કરતા શ્રીઅરિહંત દેવોની સ્તુતિ જેઓ સાચા ભાવે કરે છે, તેઓ આ ત્રિવિધતાપમય સંસારને નિશ્ચય-પૂર્વક તરી જાય છે.
ભાવ-જિનોની સ્તુતિ કર્યા પછી અતીત, અનાગત અને વર્તમાનકાલવિષયક સર્વ દ્રવ્ય-જિનોને વંદના કરવાના હેતુથી છેલ્લી ગાથા યોજાયેલી છે.
ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં પાંચ “દંડકનો ઉપયોગ થાય છે, તેમાં આ સૂત્ર પહેલા “દંડક” તરીકે સ્થાન પામેલું છે. પણ દંડા ૨. સદ્વિસ્થય, ૨. રે, રૂ. નામ, ૪. સુત્ર, ક. સિદ્ધWય -(રેફયવંદ્વ ગાથા ૪૧ છે.)
પાંચ દંડકની ગણતરી આ પ્રમાણે છે –
શક્રસવ એટલે નમો સ્થvi સૂત્ર. ચૈત્યસ્તવ એટલે રિહંતઘેફયાપ સૂત્ર, નામસ્તવ એટલે નોમર્સ સૂત્ર, શ્રુતસ્તવ એટલે પુ+વરવર સૂત્ર અને સિદ્ધસ્તવ એટલે સિદ્ધાપાં વૃદ્ધા સૂત્ર.
આ સૂત્ર પર લલિતવિસ્તારા નામની ચૈત્યવંદનસૂરવૃત્તિમાં, યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં, ધર્મસંગ્રહમાં તથા કલ્પસૂત્રની વ્યાખ્યાઓ વગેરેમાં યોગ્ય વિવરણ થયેલું છે, તેમજ તેનો સ્વતંત્ર કલ્પ રચાયેલો છે.
- એક જીર્ણ પત્રમાં એવો ઉલ્લેખ મળે છે કે આ. ધર્મશેખરસૂરિએ કર્ણાટકની રાજસભામાં “નમુ ત્થણે કલ્પ'નો પ્રભાવ બતાવ્યો હતો. એમ લાગે છે કે આ ઘટના શંકરગણ કે બુદ્ધરાજના સમયમાં કલ્યાણીમાં બની
-(જન પ. ઇતિ. ભા. ૧, પૃ. ૪૫૪) આ સૂત્રમાં પદ ૩૩, સંપદા ૯, ગાથા ૧, સર્વવર્ણ ૨૯૭ અને તેમાં ગુરુ, ૩૩, તથા લઘુ ૨૬૪ છે.
હશે.
* દંડક સૂત્રના અર્થ માટે શ્રી સોમસુંદરસૂરિ મહારાજે રચેલ ભાષ્યની અવચૂર્ણમાં કહ્યું છે કે :
यथोक्तमुद्राभिरस्खलितं भण्यमानत्वाद् दण्डा इव दण्डाः सरला इत्यर्थः ।
શાસ્ત્રમાં કહેલ મુદ્રા વડે અસ્મલિત રીતે જે બોલવામાં આવે તે સૂત્રોને દંડક સૂત્રો કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org