Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૦૬ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પ્રકારે પ્રવર્તન, પાલન અને દમન કરવાથી શ્રી તીર્થંકર દેવો ધર્મના સારથિ ગણાય છે. સારથિ જેમ ઉન્માર્ગે જતા રથને વાળીને માર્ગે લાવે છે, તેમ તીર્થંકરો પણ કોઈનો ધર્મરથ ઉન્માર્ગે જતો હોય તો તેને માર્ગે ચડાવીને સ્થિર કરે છે; માટે તેઓ ધર્મ-સારથિ કહેવાય છે.
ધમ્મ-વા-ચારત-ચવટ્ટીĪ-[ધર્મ-વા-ચતુરભ-૨ -વજ્રતિમ્ય:]ધર્મરૂપી શ્રેષ્ઠ ચતુરંત-ચક્રને ધારણ કરનારાઓને, ધર્મરાજ્યના શ્રેષ્ઠ ચતુરંતચક્રવર્તીઓને.
શત્રુ-સૈન્યનો નાશ કરનારા ચક્રની અપેક્ષાએ, નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિનો નાશ કરનારું ધર્મ-ચક્ર અત્યંત શ્રેષ્ઠ છે, કારણ કે તેનાથી અવિનાશી અનુપમ સુખના અક્ષય ભંડાર-સમી સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય છે. અથવા ષટ્ખંડની સાધના કરનારા રાજ્ય-ચક્રવર્તીઓ કરતાં ચાર ગતિનો નાશ કરનારા ધર્મ-ચક્રવર્તીઓ એટલે કે શ્રી તીર્થંકર દેવો દરેક રીતે શ્રેષ્ઠ છે. કારણ કે રૂપ, સામર્થ્ય, ઉદારતા અને મહાનુભાવતામાં કોઈ પણ ચક્રવર્તી તેમની બરોબરી કરી શકતો નથી. અથવા ચારિત્રધર્મ એ ઉભય લોકમાં ઉપકારક હોવાથી અત્યંત શ્રેષ્ઠ છે અને તે દાન, શીલ, તપ અને ભાવ વડે ભવનો અંત કરે છે, તેથી ચતુરંત છે. અથવા કપિલાદિ-પ્રણીત અન્ય ધર્મચક્રોની અપેક્ષાએ જે ધર્મચક્ર શ્રેષ્ઠ છે અને જે ચાર ગતિઓનો અવશ્ય નાશ કરનાર છે તેને ધારણ કરનારાઓને.
અકિય-વર-નાળ-તંસળ-થરાળ-[ અતિત-વા-જ્ઞાન-ઈનરેમ્યઃ ]-અપ્રતિહત ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારાઓને, અપ્રતિહત કેવલજ્ઞાન અને કેવલદર્શન ધારણ કરનારાઓને.
વસ્તુનો વિશેષ અવબોધ તે જ્ઞાન. વસ્તુનો સામાન્ય અવબોધ તે દર્શન. કૈવલ્યને પામવાથી તે વર કહેવાય છે, અને સર્વત્ર અસ્ખલિત રહેવાથી તે અપ્રતિહત ગણાય છે. આવાં અપ્રતિહત વર જ્ઞાન* અને વર દર્શનને ધારણ કરનારાઓને.
* કેવલીને પ્રથમ સમયે જ્ઞાનનો ઉપયોગ અને અન્ય સમયે દર્શનનો ઉપયોગ-આ ક્રમ છે. જ્યારે છદ્મસ્થ માટે વિપરીત ક્રમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org