Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો ત્યુ ણું-સૂત્ર૦ ૩૧૩
માહણકુંડગામ નગરને વિશે કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની જાલંધરગોત્રીય દેવાનંદા નામની ભાર્યાની કૂખમાં અવતર્યા છે. તે જોઈને (અત્યંત રાજી થાય છે તથા હૃષ્ટ તુષ્ટ મન વડે) શિરસાવર્ત-પૂર્વક મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને આ પ્રમાણે બોલે છે :- નમસ્કાર હો અરિહંત ભગવંતોને-ઇત્યાદિ.
આ સૂત્રને પ્રણિપાત-દંડક સૂત્ર પણ કહેવામાં આવે છે; કારણ કે તેની યોજના શ્રી અરિહંત દેવોને વિશિષ્ટ રીતે પ્રણિપાત-વંદના ક૨વા માટે જ થયેલી છે. શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા નામની ચૈત્યવંદનસૂત્રવૃત્તિમાં અને શ્રી હેમચંદ્રાચાર્યે યો.સ્વો.વૃત્તિમાં આ નામનો ઉલ્લેખ કરેલો છે. તે ઉપરાંત પ્રથમ પદ નમોન્થુળ એ સૂત્રનું આદિપદ હોવાથી આદાન નામથી પણ ઓળખાય છે. -(લ. વિ. પ્ર. ભાગ. પૃ. ૬૪) આ સૂત્રના અર્થની સ્પષ્ટતા સામાન્ય અને વિશેષ અર્થમાં થઈ ગયેલી છે, તેથી અર્થ-નિર્ણય જુદો આપેલો નથી.
(૫) અર્થ-સંકલના
નમસ્કાર હો અરિહંત ભગવંતોને. ૧
જેઓ શ્રુતધર્મની આદિ કરનારા છે, ચતુર્વિધ શ્રમણસંઘરૂપી તીર્થની સ્થાપના કરનારા છે, અને સ્વયંજ્ઞાની છે. ૨.
જેઓ પુરુષોમાં પરોપકારાદિ ગુણો વડે ઉત્તમ છે, શૌર્યાદિ ગુણો વડે સિંહ-સમાન છે, નિર્લેપતામાં ઉત્તમ પુંડરીક-કમલ-સમાન છે, અને સ્વચક્રપરચક્રાદિ સાત પ્રકારની ઇતિઓને દૂર કરવામાં ગંધહસ્તી-સમાન છે. ૩. જેઓ ભવ્ય પ્રાણીરૂપ લોકમાં વિશિષ્ટ તથાભવ્યત્વાદિ વડે ઉત્તમ છે, રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોકના યોગ અને ક્ષેમને કરવા વડે નાથ છે, વ્યવહા૨૨ાશિમાં આવેલા જીવલોકનું સમ્યક્ પ્રરૂપણા વડે હિત કરનારા છે, સંશી પ્રાણીઓનાં હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપી ગાઢ અંધકાર દૂર કરનાર હોઈ લોક-પ્રદીપો છે, અને વિશિષ્ટ ચૌદ પૂર્વધરોના સૂક્ષ્મતમ સંદેહ દૂર કરવા વગેરે વડે લોક-પ્રદ્યોતકર છે. ૪.
જેઓ અભયને આપનારા છે, શ્રદ્ધારૂપી નેત્રોનું દાન કરનારા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org