Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સર્વ અપાયો-ઉપદ્રવો દૂર થયા છે, તે શિવ.
અવલમ્-અચલ-સ્થિર. વતન-હિતત્વાવલમ્-જે ચલિત થવાના ગુણથી રહિત હોય તે અચલ કહેવાય. અથવા જેમાં સ્વાભાવિક કે પ્રાયોગિક કોઈ પણ પ્રકારની ચલનક્રિયાનો સંભવ નથી, તે અચલ.
૩૧૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અજ્ઞમ્-વ્યાધિ અને વેદનાથી રહિત. અનં વ્યાધિવનારહિતમ્; તત્રિવન્યનયો: શરીર-મનોરમાવાત્-અજ એટલે વ્યાધિ અને વેદનાથી રહિત, કારણ કે શરીર અને મનનો ત્યાં અભાવ છે. વ્યાધિનું મૂળ શરીર છે, વેદનાનું મૂળ મન છે.
અનન્તમ્-અનંત, અંતરહિત. કોઈ પણ કાળે જેનો અંત નથી, તે
અનંત.
અક્ષયમ્- અક્ષય. જેનો કદાપિ ક્ષય થતો નથી, જેમાં કદાપિ ઘટાડો થતો નથી, તે અક્ષય.
અવ્યાવાધમ્-અવ્યાબાધ, પીડા-રહિત. કર્મ-જન્ય પીડાઓથી રહિત. અપુનરાવૃત્તિ-જ્યાં ગયા પછી પાછું ફરવાનું હોતું નથી તેવું. સિદ્ધિાજ્ઞ-નામથેય-[સિદ્ધિાતિ-નામથેયમ્]-સિદ્ધિગતિ-નામવાળા.
સિન્તિ નિશ્ચિતા મવસ્યાં ખત્તવ કૃતિ સિદ્ધિ :- જ્યાં ગયા પછી જીવોને કાંઈ કરવાનું પ્રયોજન બાકી રહેતું નથી, તે સિદ્ધિ. તે સ્થાન જવા યોગ્ય હોવાથી પંચમગતિ કે સિદ્ધિ ગતિ તરીકે ગણના પામે છે. એટલે સિદ્ધ થયેલા જીવોની જ્યાં ગતિ થાય છે, તે સિદ્ધિગતિ.
દાળ-[સ્થાનમ્]-સ્થાનને.
સંપત્તાપ્ન-[સંપ્રાપ્તેભ્યઃ]-પ્રાપ્ત થયેલાઓને.
નમો-[નમઃ]-નમસ્કાર હો.
નમો ત્યુર્ણનો મૂળપાઠ નો શબ્દથી શરૂ થાય છે. છતાં તેની નવમી સંપદામાં નો ાિળનો પાઠ મળે છે. આ પ્રમાણે નો શબ્દનો આદિ અને અંતમાં પ્રયોગ થયો છે. આવો આદ્યંત સંગત નમસ્કાર એ મધ્યવ્યાપિ સયં સંબુદ્ધાનંથી શરૂ કરી સવ્વમિળ સુધીના તમામ મધ્યવર્તી સંપદા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org