Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો ન્યૂ -સૂત્ર ૩૦૩ થH-યા-[
થગ્ય:]-ધર્મ દેનારાઓને, ધર્મ આપનારાઓને, ધર્મ પમાડનારાઓને.
ધર્મ-શબ્દથી અહીં ચારિત્રધર્મ સમજવાનો છે. તે સાધુ-ધર્મ અને શ્રાવક-ધર્મના ભેદથી બે પ્રકારનો છે. તેમાં સાધુ-ધર્મ સર્વસાવદ્યયોગની વિરતિરૂપ છે અને શ્રાવક-ધર્મ દેશવિરતિરૂપ છે. આ બંને પ્રકારનો ધર્મ શ્રી તીર્થંકર દેવો દ્વારા જ પ્રવર્તે છે, એટલે તેમને ધર્મદ-ધર્મના દેનારા કહ્યા છે.
થમ-તેરા -[થ-સ્ટેશગ્ય:]-ધર્મની દેશના આપનારાઓને, ધર્મના ઉપદેશકોને.
શ્રી તીર્થંકર દેવો મહાન્ ધર્મોપદેશક હોય છે, કારણ કે ધર્મની દેશના વિના ધર્મનું પ્રવર્તન થતું નથી. તેમની વાણી અભિધાન ચિન્તામણિમાં નિર્દિષ્ટ કરેલા નીચે મુજબ ૩૫ ગુણોવાળી હોય છે :
૧. સંવિર્વ-વ્યાકરણના નિયમોથી યુક્ત હોવાપણું. ૨. તાત્ય-ઉચ્ચ સ્વરે બોલાતી. ૩. ૩૫ચા-પરીતતા-અગ્રામ્ય. ૪. - ગીરઘોષ૮-મેઘની જેમ ગંભીર શબ્દવાળી. ૫. પ્રતિનિદ્રિ-વિચિતા-પડઘો પાડનારી. ૬. ક્ષત્વિ-સરલતાવાળી. ૭. ૩ નીત-રાત્વિ-માલકોશ વગેરે રોગોથી યુક્ત.
એ ૭ અતિશયો શબ્દની અપેક્ષાએ હોય છે. બીજા અતિશયે અર્થની અપેક્ષાએ હોય છે. તે આ રીતે :
૮. મદાર્થતા-મોટા અર્થવાળી. ૯. મહતત્વ-પૂર્વાપર વાક્યના અને અર્થના વિરોધ વિનાની.
૧૦. શિષ્ટત્વ-ઇષ્ટ સિદ્ધાંતના અર્થને કથન કરનાર અને વક્તાની શિષ્ટતાની સૂચક.
૧૧. સંશયામવ-સંદેહથી-રહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org