Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો ન્યૂ ર્ણ-સૂત્ર ૦૨૯૯ શબ્દની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૧૨મું કદ નાદ નોન-ક્રિયા -[ોવર-
દિગ્ય ]-લોકના પ્રત્યે હિત કરનારાઓને લોકના પ્રત્યે કલ્યાણ કરનારાઓને.
લોકની પ્રત્યે હિત કરનારા, તે લોક-હિતકર. અહીં લોક શબ્દથી વ્યવહારરાશિમાં આવેલો સર્વ પ્રાણીવર્ગ સમજવાનો છે. હિત એટલે આત્મહિત કે કલ્યાણ. શ્રી તીર્થંકર દેવો સમ્યફ પ્રરૂપણા વડે વ્યવહાર-રાશિમાં આવેલા સર્વ પ્રાણી-વર્ગનું કલ્યાણ કરે છે.
નોન-પર્ફવાdi-[ો-પ્રવીગ ]-લોક-પ્રદીપોને, લોકને વિશે પ્રકાશ કરનારા મહાદીપકોને.
લોક એટલે સંજ્ઞી-લોક કે સંજ્ઞી પ્રાણીઓનો સમૂહ. પ્રદીપ એટલે વિશેષ પ્રકાશ આપનારો દીવો, મહાન દીપક. શ્રી તીર્થંકર દેવોની દેશના સમસ્ત શેય ભાવોને પ્રકાશનારી હોવાથી તથા હેય અને ઉપાદેયનો બોધ કરાવનારી હોવાથી સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાં રહેલો મિથ્યાત્વરૂપ ગાઢ અંધકાર ભેદી નાખે છે, તેથી તેમને માટે તેઓ પ્રદીપ-સમાન બને છે.
*ો-બ્લોગરા -[નો-પ્રદ્યોત :]-લોક-પ્રદ્યોતકરીને, લોકના પ્રત્યે પ્રદ્યોત કરનારાઓને.
લોકમાં પ્રદ્યોત કરનાર તે લોક-પ્રદ્યોતકર. લોક શબ્દથી અહીં વિશિષ્ટ ભવ્યલોક-ગણધરો સમજવાના છે. તેમના હૃદયમાં રહેલા જીવાદિતત્ત્વ-વિષયક સૂક્ષ્મતમ સંદેહોનું નિરાકરણ તથા વિશિષ્ટ બોધ શ્રીતીર્થકર દેવો દ્વારા ત્રિપદી વડે થાય છે, એટલે તેમને માટે તેઓ પ્રદ્યોતકર બને છે.
શ્રી દેવેન્દ્રસૂરિનિર્મિત શ્રી વન્દારુવૃત્તિમાં (પૃષ્ઠ ૩૧ ઉપર) નોwદ્યોતરેષ્યઃ નાચ-ગાથાઆ પ્રમાણે જણાવેલ હોવાથી આદિથી ચૌદ પૂર્વધરો પણ સમજવામાં આવે છે.
પૂર્વધરોમાં પણ તત્ત્વસંવેદનની વિશિષ્ટતાને લીધે તારતમ્ય હોય છે. તેથી અહીં જીવાદિતત્ત્વોનું જેમાં યથાર્થ પ્રદ્યોતીકરણ થાય, તેવા વિશિષ્ટ
* એવંભૂત નયથી ગણધરો લઈ શકાય છે. -(લલિત વિ. ભા. ૧, પૃ. ૩૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org