Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો સૂત્ર ૨૯૭ કૃતજ્ઞતા-પતય:-કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે. અનુદિત-ચિત્તા:-દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા હોય છે. તેવ-ગુwવદુનિ:-દેવ અને ગુરુનું બહુમાન કરનારા હોય છે.
ગબ્બીરાજીયા-ગંભીર આશયને-ચિત્તના ભાવને ધારણ કરનારા હોય છે.
ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે, પરંતુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાન કાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથા ભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું ઘટે છે. શ્રીજિનેશ્વરદેવના આત્માઓનું સહજ તથા-ભવ્યત્વ સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું સહજ તથા ભવ્યત્વ તે તે સામગ્રીના યોગે પરિપાક પામતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે.
પુરસ-હાઈi-[પુરુષ-fસભ્ય:]-પુરુષ-સિંહોને પુરુષોમાં જેઓ સિંહ સમાન છે, તેઓને.
સિંહ જેમ શૌર્ય આદિ ગુણો વડે યુક્ત હોય છે, તેમ શ્રી તીર્થંકરદેવો કર્મરૂપી શત્રુનો ઉચ્છેદ કરવામાં શૂર, તપશ્ચર્યામાં વીર, રાગ તથા ક્રોધાદિ વૃત્તિઓનું નિવારણ કરવામાં ગંભીર, પરીષહો સહન કરવામાં ધીર, સંયમમાં સ્થિર, ઉપસર્ગોથી નિર્ભય, ઈન્દ્રિય-વર્ગથી નિશ્ચિત અને ધ્યાનમાં નિષ્પકમ્પ હોય છે.
પુરત-વર-પુરીમi[પુષ-વર-પુરીષ્ય:]-પુરુષોમાં જેઓ શ્રેષ્ઠ પુંડરીક-કમળસમાન છે, તેઓને.
પુંડરીક-શબ્દ જુદા જુદા અનેક અર્થોમાં વપરાય છે, પરંતુ અહીં તે શ્વેતકમળના અર્થમાં વપરાયેલો છે. શ્વેતકમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, જળથી વૃદ્ધિ પામે છે, છતાં તે બંનેને છોડી ઉપર રહે છે; તેમ શ્રી તીર્થંકર દેવો સંસારરૂપી કાદવમાં ઉત્પન્ન થાય છે અને દિવ્યભોગરૂપ જળથી વૃદ્ધિ પામે છે, છતાં તે બંનેને છોડીને નિરાળા રહે છે, વળી કમળ જેમ સ્વભાવથી સુંદર, ચક્ષુને આનંદ આપનાર તથા લક્ષ્મીનું નિવાસસ્થાન છે, તેમ શ્રી તીર્થકર દેવો ચોત્રીસ અતિશયોથી સુંદર, પરમાનંદના હેતુ તથા ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org