Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૯૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અને તીર્થંકરના ભવમાં લોકાંતિક દેવો જે થવું ! તિર્થં પવત્તે-હે ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો એવા શબ્દો બોલે છે, તે કેવળ વૈતાલિક-વચનરૂપ છે, પણ ઉપદેશરૂપ નથી.
શ્રી તીર્થંકર દેવો તથા-ભવ્યત્વ આદિ સામગ્રીના પરિપાકથી આ મોહનિદ્રાથી પ્રસુપ્ત જગતમાં પારકાના ઉપદેશ વિના જીવાદિરૂપ તત્ત્વને અવિપરીતપણે જાણે છે.
પુમુિત્તમાળ-[પુરુષોત્તમેભ્ય:]-પુરુષોત્તમોને, પુરુષોમાં જેઓ ઉત્તમ
છે, તેઓને.
પુર શેતે પુરુષઃ-શ૨ી૨માં વાસ કરે, તે પુરુષ. તેમાં સહજ તથાભવ્યત્વઆદિ ભાવથી પરોપકારઆદિ સદ્ગુણમાં અન્ય પુરુષો કરતાં શ્રેષ્ઠ, તે પુરુષોત્તમ. તે સંબંધી લલિતવિસ્તરામાં કહ્યું છે કે :
આજાતમેતે પરાર્થ-વ્યસનિનઃ૩૫સર્બ્સની॰ત-સ્વાર્થા:, વિતઝિયાવન્ત:, ગદ્દીનમાવા, સતામ્ફિળ:, અદઢાનુશયા: કૃતજ્ઞતા-પતય:, અનુપત-વિત્તા:, દેવ-ગુરુ-વહુમાનિન: તથા ગંભીરાશયા કૃતિ ।
શ્રીજિનેશ્વરદેવના આત્માઓ અનાદિકાળથી* આ સંસારમાંપાર્થ-વ્યસનિનઃ-પરોપકાર વ્યસનવાળા હોય છે. ઉપસર્ન્સની ત-સ્વાર્થી:-સ્વાર્થને ગૌણ કરનારા હોય છે. -ચિતયિાવન્ત:-સર્વત્ર ઉચિત ક્રિયાને આચરનારા હોય છે.
અતીનામાવાઃ-દીનતા વિનાના હોય છે.
સતારમ્ભ:-સફલ કાર્યનો જ આરંભ કરનારા હોય છે.
અદાનુશયા:-અપકારીજન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા
હોતા નથી.
* સ્વરૂપ-યોગ્યતા રૂપે પણ ફલોપધાયકતા-રૂપે નહિ. સ્વરૂપ-યોગ્યતા એટલે કારણસત્તા અને ફલોપધાયકતા એટલે કાર્ય-સત્તા.
કારણરૂપે અસ્તિત્વ અનાદિ-કાળથી હોય છે, અને કાર્યરૂપે અસ્તિત્વ જ્યારે સહકારીસામગ્રી મળે, ત્યારે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org