Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
નમો ત્યુ ણું-સૂત્ર૦ ૨૯૫
માવંતાળ-[માવă:]-ભગવંતોને.
ભગવંત શબ્દની વધારે વિગત માટે જુઓ સૂત્ર ૬. આજ્ઞારાળ-[માવિવરેક્ષ્ય ]-આદિ કરનારાઓને, આદિ કરવામાં હેતુભૂત થનારાઓને. શ્રુતધર્મ કે દ્વાદશાંગીની આદિ કરનારાઓને.
આદિ કરનાર તે આદિકર. આદિ પદ અહીં શ્રુતધર્મ કે દ્વાદશાંગીની આદિનું સૂચન કરે છે. જો કે દ્વાદશાંગી કોઈ પણ કાલે ન હતી કે નથી કે નહિ હોય તેવું નથી, કારણ કે અર્થથી તે નિત્ય છે, અને પ્રવાહથી તે અનાદિ છે; પરંતુ દરેક તીર્થંકરના સમયમાં તેની શબ્દ-રચના નવીન પ્રકારે થતી હોવાથી વ્યવહારનયની દૃષ્ટિએ તેની આદિ મનાય છે.
દ્વાદશાંગીની પ્રરૂપણા અર્થથી શ્રીતીર્થંકર દેવો કરે છે, જેને શ્રીગણધર-ભગવંતો સૂત્રરૂપે ગૂંથે છે.
તિત્ત્વયાનું-[તીર્થમ્ય:]-તીર્થંકરોને, તીર્થંકરોને.
તીર્થને સ્થાપે, તીર્થને કરે, તે તીર્થંકર કે તીર્થંકર. તીર્થ શબ્દ અહીં ચતુર્વિધ શ્રમણસંઘ કે પ્રથમ ગણધરના વિશિષ્ટ અર્થમાં ગ્રહણ કરવાનો છે. વિવાહપણત્તિમાં કહ્યું છે કે :
तित्थं पुण चाउवणे समणसंघे पढम - गणहरे वा
સર્ચ સંબુદ્ધાળું-સ્વિયં-સમ્બુજેભ્યઃ] સ્વયં જ્ઞાન પામેલાઓને. પોતાની મેળે બોધ પામેલાઓને.
સ્વયં-પોતે, પોતાની મેળે. સંબુદ્ધ-સમ્યક્ રીતે બોધ પામેલા. જેઓ પોતાની મેળે સમ્યક્ પ્રકારે બોધ પામેલા છે, તે સ્વયં-સંબુદ્ધ.
બોધ બે પ્રકારે થાય છે : નિસર્ગથી અને અધિગમથી. તેમાં શ્રી તીર્થંકર દેવો નિસર્ગથી એટલે પોતાની મેળે જ બોધ પામનાર હોય છે. જો કે પૂર્વભવની અપેક્ષાએ ગુરુ આદિનો સંયોગ તેમને પણ નિમિત્તભૂત હોય છે, પરંતુ તીર્થંકરના ભવમાં તેઓને અન્યના ઉપદેશની અપેક્ષા હોતી નથી. यद्यपि भवान्तरेषु तथाविधगुरुसन्निधानायत्तबुद्धास्तेऽभूवन्, तथापि तीर्थंकरजन्मनि परोपदेशनिरपेक्षा एव बुद्धाः :- (યો. સ્વો. વૃ. પૃ. ૩૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org