Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જગચિંતામણિ ચૈત્યવંદન
ઢો તૌહિત્ય: પદ્ધિ -નિવાસઃ સિદ્ધિશેવરઃ । शत्रुञ्जयस्तथा मुक्तिनिलयः सिद्धिपर्वतः ॥ पुण्डरीकश्चेति नामधेयानामेकविंशतिः । નીયતે તસ્ય તીર્થસ્ય, તા સુર-નિિમ: ।
૨૬૯
દેવતાઓ, મનુષ્યો અને ઋષિઓ વડે કરાયેલાં આ તીર્થનાં એકવીસ નામો ગવાય છે; એ નીચે મુજબ :
૧. સિદ્ધિક્ષેત્ર, ૨. તીર્થરાજ, ૩. મરુદેવ, ૪. ભગીરથ, ૫. વિમલાદ્રિ, ૬. બાહુબલી, ૭. સહસ્રકમલ, ૮. તાલધ્વજ, ૯. કદમ્બ, ૧૦. શતપત્ર, ૧૧. નગાધિરાજ, ૧૨. અષ્ટોત્તરશતકૂટ, ૧૩. સહસ્રપત્ર, ૧૪. ઢંક, ૧૫. લૌહિત્ય, ૧૬. કપર્દિનિવાસ, ૧૭. સિદ્ધિશેખર, ૧૮. શત્રુંજય, ૧૯. મુક્તિ-નિલય, ૨૦. સિદ્ધિપર્વત, અને ૨૧. પુંડરીક.
આ તીર્થમાં આજે નાનાં-મોટાં સેંકડો મંદિરો આવેલાં છે, જે નીચેની નવ ટૂંકોમાં વહેંચાયેલાં છે-(૧)આદીશ્વર ભગવાનની ટૂક, (૨) મોતીશાની ટૂક, (૩) બાલાભાઈની ટૂંક, (૪) પ્રેમચંદ મોદીની ટૂક, (૫) હેમાભાઈની ટૂક (૬) ઉજમબાઈની ટૂંક (૭) સાકરવશીની ટૂક, (૮) છીપાવશીની ટૂક, (૯) ચૌમુખજીની ટૂંક. તે ઉપરાંત ત્યાં નાનાં મોટાં અનેક દર્શનીય પવિત્ર સ્થાનો પણ આવેલાં છે.
તિ-[ઉન્નયો]-ગિરનાર ઉપર.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ-નજીક આવેલો ગિરનાર પર્વત પ્રાચીન સાહિત્યમાં ઉજ્જયંતગિરિ અથવા રૈવતગિરિના નામથી પ્રસિદ્ધ છે. તેના ઉ૫૨ બાવીસમા તીર્થંકર શ્રીઅરિષ્ટનેમિ(નેમિનાથ)નાં દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ એ ત્રણ કલ્યાણકો થયેલાં હોવાથી તે અતિપવિત્ર ગણાય છે. શ્રીજ્ઞાતધર્મકથાંગસૂત્રના 'પાંચમા જ્ઞાતમાં, શ્રીઅન્તકૃદ્દશાંગસૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં, શ્રીકલ્પસૂત્રમાં શ્રીનેમિજિનના ચરિત્ર-પ્રસંગમાં તથા પંચાશક વગેરે અનેક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ નજરે પડે છે. આ તીર્થઅંગે કેટલાક સ્વતંત્ર કલ્પો પણ રચાયેલા છે. તીર્થનાં મુખ્ય દર્શનીય પવિત્ર સ્થાનો નીચે મુજબ છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org