Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૨૮૩ હોવાથી તે પ્રબોધ-ચૈત્યવંદન કે પ્રભાત-ચૈત્યવંદન તરીકે પણ ઓળખાય છે.
આ ચૈત્યવંદનનો પ્રારંભ ચોવીસ તીર્થકરોની સામાન્ય સ્તુતિ વડે કરવામાં આવ્યો છે, જેમાં અષ્ટાપદ અને તેના પર બંધાયેલાં મંદિરો તથા તેની અંદર રહેલી મૂર્તિઓનો ઉલ્લેખ ખાસ ધ્યાન ખેંચે છે. સમસ્ત જૈનતીર્થોમાં આ તીર્થની મહત્તા ઘણી જ છે. તેનું સ્થાન સહુથી પહેલું આવે છે, કારણ કે ત્યાં યુગાદિદેવ શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ થયેલું છે અને ત્યાં જ ભરતખંડના પ્રથમ-ચક્રવર્તી ભરત મહારાજાએ એક માસનું અનશન કરીને સિદ્ધિ-ગતિને સાધેલી છે.*
ચોવીસ તીર્થકરોની સામાન્ય સ્તુતિ કર્યા પછી ચૈત્યવંદનની બીજી ગાથામાં તીર્થકરો કઈ ભૂમિમાં જન્મે છે, તેમનું સંઘયણ કેવું હોય છે, તેમની ઉત્કૃષ્ટ અને જઘન્ય સંખ્યા કેટલી હોય છે તથા તે સમયે કેવલજ્ઞાની તથા સામાન્ય સાધુ કેટલા હોય છે, તેનું વર્ણન કરેલું છે. ચૈત્યવંદનકાર જણાવે છે કે શ્રી તીર્થકર દેવો કર્મભૂમિમાં જ જન્મે છે કે જ્યાં અસિ એટલે તલવારનો વ્યવહાર, મસિ એટલે શાહીનો ઉપયોગ અને કૃષિ એટલે ખેતીવાડી આદિ કર્મો પ્રચલિત છે. આવી ભૂમિઓ મનુષ્યક્ષેત્રમાં એટલે અઢીદ્વીપમાં કુલ પંદર છે; પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ. આ સિવાય અન્ય ભૂમિઓ ત્રીસ છે કે જ્યાં માત્ર યુગલિક-ધર્મ પ્રવર્તી રહ્યો છે, અર્થાત ત્યાં મોક્ષમાર્ગની સાધના નથી. તેથી તે ભૂમિઓ અકર્મભૂમિ કહેવાય છે.
કર્મભૂમિઓના નાના નાના ભાગો વિજય કહેવાય છે. આવા એક
* વિક્રમ સંવત ૧૧૪૧માં કર્ણદેવના રાજ્યમાં અણહિલવાડ પાટણમાં વડુ (બૃહ)
ગચ્છીય શ્રી નેમિચંદ્રસૂરિએ પ્રાકૃત ભાષામાં મહાવીરચરિયની રચના કરી છે. તેની ગાથા ૨૦-૬૩માં જણાવ્યું છે કે શ્રેણિક રાજાએ દેવાલયમાં જિનને નમન કરીને સ્તુતિ કરી હતી. આ સ્તુતિનો પ્રારંભ નીચે પ્રમાણે છે :નવતા ! નર્મદ નાદ ! ગગુરુ ! ગરવરવળ ! ન વિંધવ ! નાસ્થવાહ ! નામાવવિયવ૨g[ ! | जय जय जिणवर वद्धमाण ! सरणागयवच्छल !
जय करुणारस--सुहनिहाण ! भवतारणपच्चल ! ।। + જુઓ જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org