Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પ્રત્યેનું બહુમાન, તેમની અર્ચના અને તેમનું સ્તવન, મનુષ્યના હૃદયની મલિનતાને હાંકી કાઢી તેના સ્થાને શુભ ભાવના અને શુભ અધ્યવસાયોનાં પૂર વહાવે છે. શ્રી જિનેશ્વર દેવના વિરહસમયે તેમનું ચૈત્ય એટલે પ્રતિમા, બિંબ કે મૂર્તિનું સ્થાપન કરીને જાણે તે સાક્ષાત્ હોય તે રીતે આ સઘળી ક્રિયાઓ કરી શકાય છે કે જેનું અંતિમ પરિણામ અધ્યવસાયોની શુદ્ધિમાં આવે છે.
૨૮૨
જિન-પ્રતિમા જિન-સારીખી એ ઉક્તિનું તાત્પર્ય એ છે કે જે મુમુક્ષુ શ્રીજિનેશ્વર દેવની પ્રતિમાને સાક્ષાત્ જિનેશ્વર માનીને તેમના જીવન અને કથનનું સ્મરણ કરે છે, તથા તેમના ઉપદેશ માટે ઊંડો આદર ધરાવે છે, તેના હૃદયમાં અહિંસા અને વીતરાગતાનાં ઝરણાં પ્રબલ વેગથી વહેવા લાગે છે; પરિણામે તેનું ચરિત્ર ઉત્તરોત્તર નિર્મળતાને પ્રાપ્ત થતું જાય છે. બીજી રીતે કહીએ તો જિન-પ્રતિમા એ જૈનત્વની ભાવનાનું કેંદ્ર છે, અને તેનાથી શોભતાં જિન-મંદિરો એ જૈન-સંસ્કૃતિનાં ઉત્તમ પ્રતીકો છે. તેથી વૈયક્તિક અને સામુદાયિક જીવનમાં ધર્મ-ભાવનાનું બીજારોપણ કરવા માટે તથા તેનો નિયમિત વિકાસ કરવા માટે મૂર્તિઓ અને મંદિરો એ સરલ, સરસ અને સચોટ ઉપાય છે.
જે ભૂમિમાં તીર્થંકર, ગણધર આદિ મહાપુરુષો જન્મ્યા હોય છે, પ્રવ્રુજિત થયા હોય છે, વિચર્યા હોય છે, કેવલજ્ઞાન પામ્યા હોય છે કે નિર્વાણને પ્રાપ્ત થયા હોય છે, તે ભૂમિ અતિ પવિત્ર ગણાય છે. તેથી તેની સ્પર્શના સમ્યક્ત્વને નિર્મળ બનાવે છે. આ કારણે તીર્થોનું મહત્ત્વ પણ ઘણું મોટું છે. વળી મૂર્તિની ભવ્યતા, પ્રાચીનતા અને દેવાધિષ્ઠિતતાના કારણે પણ તીર્થોની મહત્તા અધિક ગણાય છે.
આ રીતે જિન-પ્રતિમા, જિન-મંદિર અને જૈન-તીર્થો એ ત્રણે સંસાર તરવાનાં અપૂર્વ સાધનો છે કે જેનો સામાન્ય નિર્દેશ ચૈત્ય વડે જ થાય છે. આવાં ચૈત્યોને વંદન કરવું, તે ચૈત્યવંદના કહેવાય છે. પ્રસ્તુત સૂત્રની યોજના તે માટે થયેલી છે.
આ ચૈત્યવંદન તેના પ્રથમ શબ્દ પરથી જગચિંતામણિ તરીકે ઓળખાય છે. વળી પ્રાતઃકાળની આવશ્યક ક્રિયામાં તેને ખાસ સ્થાન મળેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org