Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જગચિતામણિ ચૈત્યવંદન ૦૨૮૧
. કર્મભૂમિઓમાં ઉત્કૃષ્ટકાળે વજઋષભનારા સંઘયણવાળા જિનોની સંખ્યા વધારેમાં વધારે ૧૭૦ની હોય છે. સામાન્ય કેવલીઓની સંખ્યા વધારેમાં વધારે ૯ ક્રોડની હોય છે અને સાધુઓની સંખ્યા વધારેમાં વધારે નવ-હજાર ક્રોડ એટલે ૯૦ અબજની હોય છે. વર્તમાનકાલમાં તીર્થકરો ૨૦ છે, કેવલજ્ઞાની મુનિઓ ૨ ક્રોડ છે, અને શ્રમણો ૨૦૦૦ ક્રોડ એટલે ૨૦ અબજ છે કે જેમનું નિત્ય પ્રાતઃકાળમાં સ્તવન કરાય છે. ૨.
હે સ્વામી ! જય પામો ! જય પામો ! શત્રુંજય પર રહેલા હે 28ષભદેવ !, ઉજ્જયંત ગિરનાર) પર વિરાજમાન હે પ્રભુ નેમિજિન !, સાચોરના શણગારરૂપ હે વીર !, ભરૂચમાં વિરાજતા હે મુનિસુવ્રત !, મથુરામાં વિરાજમાન, દુઃખ અને પાપનો નાશ કરનાર હે પાર્શ્વ ! આપ જયવંતા વર્તા; તથા મહાવિદેહ અને ઐરવત આદિ ક્ષેત્રોમાં તથા ચાર દિશાઓ ને ચાર વિદિશાઓમાં જે કોઈ તીર્થકરો ભૂતકાળમાં થઈ ગયા હોય, વર્તમાનકાલમાં વિચરતા હોય અને ભવિષ્યમાં હવે પછી થનારા હોય, તે સર્વેને પણ હું વંદું છું. ૩.
ત્રણ લોકમાં રહેલા આઠ ક્રોડ, સત્તાવન લાખ, બસો ને વાશી (૮, પ૭,૦૦, ૨૮૨) શાશ્વત ચૈત્યોને હું વંદન કરું છું. ૪.
ત્રણ લોકમાં રહેલા પંદર અબજ, બેતાળીસ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એંશી-(૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું. ૫.
(૬) સૂત્ર-પરિચય અગ્નિનું વિરોધી તત્ત્વ જલ છે, કૃપણતાનો પ્રતિપક્ષી ગુણ ઉદારતા છે અને દુષ્ટતાને ડારવા માટે સજ્જનતા અતિઉપયોગી છે; તે જ રીતે વિષય અને કષાય પર વિજય મેળવવા માટે શ્રી જિનેશ્વર દેવની ભક્તિ અપૂર્વ સાધન છે. શ્રી હરિભદ્રસૂરિએ ધર્મબિંદુના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે કે :
हदि स्थिते च भगवति क्लिष्टकर्मविगम इति ।
હૃદયમાં ભગવાન વિરાજમાન થતાં સંસારમાં બાંધી રાખનાર ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. મતલબ કે શ્રીજિનેશ્વર દેવનું સતત સ્મરણ, તેમના
AS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org