Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જંકિંચિ-સૂત્ર ૨૮૯
મનુષ્યલોકનો અર્થ અહીં કેવળ અઢીદ્વીપ જ નહિ, પણ સામાન્ય રીતે તિર્યલોક સમજવાનો છે, કારણ કે નંદીશ્વર વગેરે દ્વીપો કે જયાં શાશ્વતી પ્રતિમાઓ આવેલી છે, તેને પણ અહીં ગ્રહણ કરવાની છે.
નાડું-[યાનિ]-જેટલાં.
નિર્વિવાદું-[નિવિપ્લાનિJ-જિનબિંબો, જિનેશ્વરની પ્રતિમાઓ, જિનેશ્વરની મૂર્તિઓ.
બિબ શબ્દનો સામાન્ય અર્થ પ્રતિછાયા કે પ્રતિબિંબ થાય છે. તેના પરથી પ્રતિકૃતિ અથવા પ્રતિમાને પણ બિંબ શબ્દથી ઓળખવામાં આવે છે. તે સંબંધમાં શ્રી હરિભદ્રસૂરિએ પંચાશકમાં કહ્યું છે કે :
गुण-पगरिसो जिणा खलु, तेर्सि बिंबस्स दसणं पि सुहं । कारावणेण तस्स उ, अणुग्गहो अत्तणो परमो ॥
શ્રી જિનેશ્વરદેવો ગુણોના પ્રકર્ષરૂપ છે, એટલે તેમનાં બિંબનું (પ્રતિમાનું) દર્શન પણ શુભ છે, સુખ કરનારું છે, તે જિનબિંબ)નું નિર્માણ કરાવવાથી આપણા આત્મા ઉપર મોટો ઉપકાર થાય છે.
તાજું-[તનિ]-તે. સત્રડું-[સવંff]-સર્વેને. વંલગ-[વન્ટે-હું વંદુ છું.
(૪) તાત્પર્યાર્થ તિવંદૂUT-સુનં-આ સૂત્રમાં સર્વે તીર્થોને વંદન કરેલું હોવાથી તે તિસ્થ-વંગ-સુત્ત કહેવાય છે. પ્રથમનાં બે પદો પરથી તેનો વ્યવહાર જે કિંચિ સૂત્ર તરીકે પણ થાય છે.
તિર્થં-તીર્થ.
જિનાગમોમાં દેવલોકમાં રહેલી જિનપ્રતિમાઓ, તીર્થંકરોની નિર્વાણભૂમિ પર બંધાયેલા સ્તૂપો અને નંદીશ્વરદ્વીપમાં રહેલાં શાશ્વતબિબોની ભક્તિપૂજાના ઉલ્લેખો મળે છે.
આચારાંગસૂત્ર-૨. અ૩)ની નિયુક્તિની નીચે જણાવેલી ગાથા કેટલાંક પ્રાચીન તીર્થોનું સૂચન કરે છે :
પ્ર.-૧-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org