Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
નામના તીર્થંકર અવશ્ય હોય છે. જેથી એ ચારે નામો પ્રવાહરૂપે શાશ્વત છે. તેમજ જ્યાં જ્યાં શાશ્વત ચૈત્યો છે, ત્યાં પણ શ્રી ઋષભ, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન એ ચાર નામનાં બિબો હોય છે. સ્થાનાંગસૂત્રના ચોથા સ્થાનના બીજા ઉદ્દેશમાં સૂત્ર ૩૦૭માં આ ચાર તીર્થંકરોની પ્રતિમાઓ નંદીશ્વર દ્વીપના શાશ્વત ચૈત્યમાં હોવાનું જણાવેલ છે, તે નીચે મુજબ :
૨૮૦
तासि णं मणिपेढियाणं उवरि चत्तारि जिण - पडिमाओ सव्वरयणमईओ संपलियंक - णिसन्नाओ थूभाभिमुहाओ चिट्ठति, तं० रिसभा वद्धमाणा चंदाणणा वारिसेणा ।
તે મણિપીઠિકાઓની ઉપર સર્વરત્નમય, પર્યંકાસને વિરાજમાન અને સ્તૂપની અભિમુખ ચાર જિન-પ્રતિમાઓ રહેલી છે; તેનાં નામો-ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ છે.
એવી રીતે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવતાઓનાં ભવન તથા વિમાનોમાં તથા તિરછા લોકમાં રુચીપ, કુંડલદ્વીપ તથા મેરુપર્વતાદિનાં શિખરો ઉપર પણ જ્યાં જ્યાં શાશ્વત ચૈત્યો છે, ત્યાં ત્યાં તે તે ચૈત્યોમાં પણ આ ચાર નામનાં બિબો છે, તેથી આ નામો પણ શાશ્વત છે.
ભરત ક્ષેત્રમાં જે ૨૪ તીર્થંકરો થઈ ગયા, તેમાંના પ્રથમ તીર્થંકરનું નામ શ્રી ઋષભ અને છેલ્લા તીર્થંકરનું નામ શ્રી વર્ધમાન હતું. તથા ઐવતક્ષેત્રમાં જે ૨૪ તીર્થંકરો થઈ ગયા, તેમાંના પ્રથમ તીર્થંકરનું નામ ચંદ્રાનન અને ૨૪મા તીર્થંકરનું નામ વારિષેણ હતું.*
(૫) અર્થ-સંકલના
જગતમાં ચિંતામણિરત્ન-સમાન ! જગતના નાથ ! જગતના રક્ષક ! જગતના નિષ્કારણ બંધુ ! જગતના ઉત્તમ સાર્થવાહ ! જગતના સકલ પદાર્થોના સ્વરૂપને જાણવામાં વિચક્ષણ ! અષ્ટાપદપર્વત-૫૨ (ભરતચક્રવર્તી દ્વારા) સ્થપાયેલી પ્રતિમાવાળા ! આઠે કર્મોનો નાશ કરનારા ! તથા અબાધિત ઉપદેશ દેનારા ! હે ઋષભાદિ ચોવીસે તીર્થંકરો ! [આપ] જયવંતા વર્તો. ૧.
* આ ચોવીસીનાં નામો સમવાયાંગસૂત્રના ૧૫૮મા સૂત્રમાં આપેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org