Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૦ ૨૭૩
સમય સુધી આ વિહાર કાષ્ઠનો હતો. પરંતુ ઉદયન મંત્રીની ઇચ્છાનુસાર તેના પુત્ર આપ્રભટે તેને પાષાણનો બનાવ્યો હતો, અને તેની પ્રતિષ્ઠા કલિંકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે કરી હતી. આ વિહાર વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી અસ્તિત્વમાં હતો, પરંતુ ત્યારબાદ ગ્યાસુદ્દીન તઘલખના સમયમાં તે મસ્જિદમાં પરિવર્તન પામ્યો હતો. આ સ્થાન તે ભરૂચની હાલની જુમ્મા મસ્જિદ છે, તેવું અનુમાન ઇતિહાસ-સંશોધક વિદ્વાનો કરે છે.×
મધુરિ પાત !-[મથુરામાં પાર્શ્વ !] -મથુરામાં વિરાજતા હે પાર્શ્વનાથ ! મથુરા એ જૈનોનું અતિપ્રાચીન તીર્થ છે. પ્રથમ ત્યાં દિવ્ય મહાસ્તૂપો, તથા સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથનાં મંદિરો હતાં. બાદમાં અંતિમ કેવલી શ્રી જંબૂસ્વામી અને આદ્ય શ્રુતકેવલી શ્રી પ્રભવસ્વામી આદિ ૫૨૭ જનોએ એકીસાથે દીક્ષા લીધી હતી, તેની સ્મૃતિમાં ત્યાં ૫૨૭ સ્તૂપો બનાવવામાં આવ્યા હતા, જે સત્તરમી સદી સુધી વિદ્યમાન હતા, તેવું અનુમાન હીર સૌભાગ્યના સર્ગ ૧૪, શ્લોક ૨૪૯અને ૨૫૦ પરથી થાય છે. આર્ય સ્કંદિલાચાર્યે આ જ સ્થળે આગમનો અનુયોગ પ્રવર્તાવ્યો હતો. વીરનિર્વાણ સં. ૧૩૦૦ પછી આચાર્ય શ્રી બપ્પભટ્ટિસૂરિએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, શ્રી પાર્શ્વનાથને પૂજાવ્યા હતા અને શ્રી વીર-બિંબની પ્રતિષ્ઠા કરી હતી.
મથુરા એક કાળે કલ્પદ્રુમ-પાર્શ્વનાથના ભવ્ય તીર્થ તરીકે પ્રસિદ્ધ હતું. તેના કંકાલીટીલા તરીકે ઓળખાતા વિભાગમાં ઘણાં જિનમંદિરો હતાં, જેમાંની કેટલીક મૂર્તિઓ લખનૌ અને મથુરાના સંગ્રહ-સ્થાનમાં નજરે પડે છે. ખાસ કરીને કનિષ્ક અને હવિષ્યના સમય ૫૨ તે મહત્ત્વનો પ્રકાશ પાડે છે.*
× જુઓ, જૈ. સ. પ્ર. વર્ષ ૨જું, પૃ. ૧૮૭ ભરૂચનો શકુનિકાવિહાર લે. ધ. ચં. મુનશી. લગભગ બધી જ પ્રાચીન પોથીઓમાં મદુત્તર પાસ એવો પાઠ જોવામાં આવે છે. આમાં લેખનાદિ દોષથી ‘હૈં'ની નીચેનો ૩' કાર ‘મ'ની નીચે ચડી જવાથી ભ્રાંતિથી મુહરિષાસ એવો પાઠ કેટલાક વખતથી પ્રચલિત થયેલો જણાય છે, અને તેનો અર્થ મુરિપાર્શ્વ કરીને તેનો નિર્દેશ ઇડરના ટીટોઈગામના મુહરી-પાર્શ્વ તરીકે કરવામાં આવે છે, પરંતુ તે યોગ્ય જણાતું નથી. કલ્પેલા નામવાળા તીર્થની તેવી પ્રાચીન પ્રસિદ્ધિ જણાતી નથી. વળી કોઈ પણ ઐતિહાસિક ગ્રંથ કે પ્રાચીન
પ્ર.-૧-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org