Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જગચિંતામણિ ચૈત્યવંદન ૭ ૨૭૧
શ્રીજજિંગસૂરિએ [વીર-નિર્વાણ પછી] ૬૭૦મા વર્ષે સત્યપુરમાં નાહડે બંધાવેલ પ્રાસાદમાં શ્રીમહાવીરસ્વામીને પ્રતિષ્ઠિત કર્યા હતા.
માળવાના મહારાજા મુંજ અને ભોજના માનનીય કવિ ધનપાલે સત્યપુર-મંડણ મહાવીરના મહિમાને વર્ણવતું ઐતિહાસિક ઉત્સાહકાવ્ય વિક્રમની ૧૧મી સદીમાં અપભ્રંશભાષામાં રચેલું છે.
બ્રહ્મશાંતિ યક્ષના સાન્નિધ્યને લીધે આ તીર્થનો મહિમા ઘણો જ પ્રસર્યો હતો અને તેની ગણના મોટાં તીર્થોમાં થતી હતી; પરંતુ વિ. સં. ૧૩૬૭માં ધર્મઝનૂનથી પ્રેરાયેલા અલ્લાઉદ્દીન ખીલજીએ તેનો ભંગ કર્યો હતો અને ત્યારથી તેની ભવ્ય જાહોજલાલીનો અંત આવ્યો હતો. આજે પણ તે ગામમાં એક સુંદર જિનાલય છે અને તેમાં પ્રભુ શ્રીમહાવીરની મૂર્તિ વિરાજે છે, પણ તે પાછળથી પ્રતિષ્ઠિત થયેલી છે, કારણ કે પ્રથમનું અલૌકિક બિંબ અલ્લાઉદ્દીન ખીલજી પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો અને તેની આશાતના કરી હતી.*
એક પોથીમાં આ સ્થળે મોહેર-મંડળુ એવો પાઠભેદ પણ નજરે પડે છે, જેનો અર્થ મોઢેરાના મંડનરૂપ થાય છે. આ નામનું ગામ ઉત્તર-ગુજરાતના કડીપ્રાંતના ચાણસ્મા તાલુકામાં ચાણસ્માથી છ ગાઉ દૂર આવેલું છે, કે જ્યાંથી મોઢ જ્ઞાતિની ઉત્પત્તિ થયેલી મનાય છે. એક કાલે એટલે પાટણની સ્થાપના થયા પહેલાં તેની જાહોજલાલી ઘણી જ હતી અને તે વીર પ્રભુના એક ભવ્ય અને ચમત્કારિક તીર્થની ખ્યાતિ ભોગવતું હતું, જેથી આમરાજ-પ્રતિબોધક તપોલબ્ધિ-સંપન્ન આચાર્ય શ્રીબપ્પભટ્ટિસૂરિજી પોતાની વિદ્યાના બળે ગોપગિરિથી (ગ્વાલિયરથી) અહીં રોજ દર્શન કરવા આવતા હતા. તે સંબંધમાં શ્રીજિનપ્રભસૂરિએ મથુરાકલ્પમાં નીચેનો ઉલ્લેખ કરેલો છે :-+
सित्तुंजे रिसहं, गिरिनारे नेमिं, भरुअच्छे मुणिसुव्वयं, मोढेरए वीरं, महुराए सुपास-पासे घडिआदुगब्धंतरे नमित्ता, सोरट्ठे ढुंढणं विहरित्ता, गोवालगिरिंमि जो भुंजेइ, तेण आमराय - सेविअ - कमकमलेण सिरिबप्पहट्टि - सूरिणा अट्ठसयछव्वीसे
* વિવિધતીર્થકલ્પ-સત્પુરતીર્થ-કલ્પ. + વિવિધતીર્થકલ્પ પૃ. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org