Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૭૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
(८२६) विक्कमसंवच्छरे सिरिवीरबिंबं महुराए ठाविअं ।
શત્રુંજય પર શ્રી ઋષભદેવને, ગિરનારમાં શ્રી નેમિનાથને, ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામીને, મોઢેરામાં શ્રી વીરભગવાનને અને મથુરામાં શ્રીસુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથને બે ઘડીમાં નમસ્કાર કરીને એવી રીતે] સોરઠમાં ઢંઢણ તરફ વિચરીને જે ગોપાલગિરિમાં (ગ્વાલિયરમાં) જઈને ભોજન કરતા હતા. આમરાજાએ જેમનાં ચરણ-કમલોની સેવા કરી હતી, એ શ્રીબપ્પભટ્ટસૂરિએ વિક્રમ સંવત ૮૨૬માં મથુરામાં શ્રીવીરજિનેશ્વરનું બિંબ સ્થાપિત કર્યું હતું.
વળી શ્રીજિનપ્રભસૂરિએ વતુરતિમા તીર્થ-નાપસંદમાં જૈનોનાં ૮૪ મહાન તીર્થોની ગણના કરી છે, તેમાં પણ મોઢેરાને ખાસ સ્થાન આપ્યું છે. એટલે એ તીર્થ એક સમયે ઘણું પ્રભાવક ગણાતું હતું અને તેની ગણના પાંચ મહાન તીર્થોમાં થતી હતી.*
મ ચ્છદં મુનિસુવ્રય !-[કૃપુષ્ઠ મુનિસુવ્રત !]-ભરૂચમાં રહેલા મુનિસુવ્રતસ્વામી !
ભરૂચમાં ઘણા પ્રાચીન કાલથી વીસમા તીર્થંકર શ્રીમુનિસુવ્રતસ્વામીનું તીર્થરૂપ ચૈત્ય હતું. જે પ્રથમ અશ્વાવબોધ એ નામથી ઓળખાતું હતું. પરંતુ સમય જતાં સિંહલરાજાની પુત્રી સુદર્શનાએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારથી તે શકુનિકાવિહારના નામથી પ્રસિદ્ધ થયું હતું. મૌર્યરાજા સંપ્રતિએ અને તેના પછી સિદ્ધસેન દિવાકરસૂરિના ઉપદેશથી વિક્રમાદિત્યે પણ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વીરસંવત ૪૮૪ એટલે વિક્રમ સંવત ૧૪માં (ઈ. સ. પૂર્વના પહેલા શતકમાં) ભરૂચના રાજા બલમિત્ર અને ભાનુમિત્રના શાસન-કાલમાં આર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું હતું. ત્યારબાદ આધ્રપ્રદેશના રાજા સાતવાહને આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જેના ધ્વજદંડની પ્રતિષ્ઠા શ્રીપાદલિપ્તાચાર્યે કરી હતી. મહારાજા કુમારપાલના
* જુઓ વિવિધતીર્થકલ્પ પૃષ્ઠ ૮૬. + મોઢેરાના વિશેષ વર્ણન માટે જુઓ મુનિ શ્રી ન્યાયવિજયજીનો માનનીય લેખ,
જૈ. સ. પ્ર. વર્ષ ૧લું, પૃષ્ઠ ૨૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org