Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
રાગ અને દ્વેષથી મુક્ત થયેલા આત્માને જ્ઞાન વગેરેનો પ્રશમસુખરૂપ જે લાભ થાય, તે સમાય અને તેવો જે સમાય એ જ સામાયિક.
શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ટીકાકાર શ્રીમદ્ ભાવવિજયગણિવરે પણ ૨૮મા અધ્યયનની ૩૨મી ગાથા પર ટીકા કરતાં સામાયિકનો અર્થ આવો જ કર્યો છે :
समो राग-द्वेष-रहितः, स चेह प्रक्रमाच्चित्तपरिणामस्तत्राऽऽयो गमनं समायः, स एव सामायिकम् ॥
સમ એટલે રાગ-દ્વેષ-રહિત. તે અહીં ચાલુ પ્રકરણથી ચિત્તનો પરિણામ જાણવો. તેના તરફ આય એટલે ગમન થવું, તે સમાય. તે જ સામાયિક.
આ રીતે બીજા પણ અનેક પ્રામાણિક પુરુષોએ સામાયિકનો અર્થ આ મુજબ કર્યો છે, તેથી સામાયિક એટલે સમભાવની સાધના એ અર્થ ગ્રહણ કરવો ઈષ્ટ છે.
રેમિ ભંતે ! સામાફિયં-હે પૂજ્ય ગુરુદેવ ! હું સમભાવની સાધના કરવાને ઇચ્છું છું.
સાવí નો-પાપવાળી અશુભ પ્રવૃત્તિને.
યોગ એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તે કર્મને (કાર્મણવર્ગણાને) આત્મા ભણી ખેંચી લાવવામાં કારણભૂત હોવાથી તે આગ્નવ કહેવાય છે. તે માટે શ્રીતત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે કે :- યિવામનઃ સૂર્મ : શિ ભાવ: રિા કાયા, વાણી અને મનની જે ક્રિયાપ્રવૃત્તિ, તે યોગ છે. અને તે જ આસ્રવ છે. તેમાં કર્મનો જે આસ્રવ પુણ્યના બંધ માટે થાય છે, તે શુભ કહેવાય છે અને પાપના બંધ માટે થાય તે અશુભ કહેવાય છે.* ગુમઃ પુ ણ્ય રૂા મરામ: પાપચ્ચે ઝા (તા.અ. ૬) મતલબ કે પુણ્યવાળો કર્મનો આસ્રવ શુભ છે અને પાપવાળો કર્મનો આસ્રવ અશુભ છે. અહીં સાવદ્ય શબ્દ પાપામ્રવનું સૂચન કરે છે. તથા યોગનો સામાન્ય અર્થ પ્રવૃત્તિ હોઈને સાવનું નોનનો અર્થ અશુભ પ્રવૃત્તિ તરીકે સિદ્ધ છે.
* વિગત માટે જુઓ નવતત્ત્વપ્રકરણ કર્મગ્રંથ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org