Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કરેમિ ભંતે-સૂત્ર ૦૨૩૯ जहन्नओवि अंतोमुहुत्तं नियमेण ठायव्वं, परओऽवि (जहा) समाहिए ठायव्वमिति
અર્થાત જાવ નિયમ પજ્વાસામિ પાઠ જો કે સામાન્ય વચનરૂપ છે, તો પણ ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત નિશ્ચયથી સામાયિકમાં રહેવું. તે પછી પણ ચિત્તની સમાધિ રહે ત્યાં સુધી સામાયિકમાં વધારે રહેવું.
-(ધર્મસંગ્રહ ભાગ ૧. પૃ. ૨૪૪) આ પછીનાં નવ પદો વિદં તિવિ, મuvi વાયા વાળ, ર fજ ર ારષિ-યોગ અને કરણની સ્પષ્ટતા કરવા અંગે યોજાયેલાં છે, જે સાવદ્ય ત્યાગની મૂળ પ્રતિજ્ઞાના પોષક છે, એટલે તેમના પ્રત્યાખ્યાનને વધારે જ સ્ફટ કરે છે અને ત્યાર પછી આવતાં તરસ સંતે ! પડદાપિ નિવાર સાહિણિ મMાdi વોસિરામિ-એ સાત પદો ભૂતકાળની અયોગ્ય પ્રવૃત્તિનાં સમાલોચક, વર્તમાનની અયોગ્ય પ્રવૃત્તિનાં નિંદક અને ભવિષ્યકાલની અયોગ્ય પ્રવૃત્તિનાં પ્રતિબંધક હોઈને જીવન પ્રત્યેની દૃષ્ટિનું સુયોગ્ય ઘડતર કરનારાં છે. ટૂંકમાં કરેમિ ભંતે સૂત્ર એ જીવનમાં ઉચ્ચ ગુણો ખીલવવાનો અપૂર્વ આદર્શ રજૂ કરે છે.
કરેમિ ભંતે સૂત્ર એ સામાયિક નામના પ્રથમ આવશ્યકનું મૂળ સૂત્ર છે, તેથી તેના પર નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓ થયેલી છે. આ સાહિત્ય ખૂબ જ વિશાળ અને વિદ્વત્તાપૂર્ણ હોઈને ખાસ અધ્યયન માગી લે છે. તેમાંય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલું વિશેષાવશ્યક-ભાષ્ય જેની ગાથાઓ ૩૬૦૩ છે, તે જૈનતત્ત્વજ્ઞાનના મુકુટમણિ-સમું હોઈને ખાસ અભ્યાસ કરવા લાયક છે. તે સિવાય બીજા અનેક જાણીતા જૈનાચાર્યોએ તેના પર જુદે જુદે સ્થાને વિવેચન કરેલું છે, જે સૂત્રની મહત્તા અને ગંભીરતાનો પૂરો ખ્યાલ આપે છે. આ સૂત્રમાં સર્વ વર્ણ ૭૬ અને તેમાં ગુરુ ૭ તથા લઘુ ૬૯ છે.
(૭) પ્રકીર્ણક કરેમિ ભંતે સૂત્રનો ચાલુ પાઠ પ્રતિક્રમણ સૂત્ર-ચૂર્ણિમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org