Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સામાયિક પારવાનું સૂત્ર ૨૪૭ જૈન શાસ્ત્રકારોએ આ ભાવોના ત્રણ વિભાગો પાડેલા છે : (૧) અપ્રશસ્ત, (૨) પ્રશસ્ત અને (૩) વિશુદ્ધ. તેમાં ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ(પ્રીતિ), અરતિ (અપ્રીતિ), ભય, શોક, જુગુપ્સા (ધૃણા) અને વેદ (મૈથુનાભિલાષ) એ અપ્રશસ્ત ભાવો છે, જયારે મૈત્રીભાવ, પ્રમોદભાવ અને કારુણ્યભાવ એ પ્રશસ્ત ભાવો છે; અને સંપૂર્ણ મધ્યસ્થભાવ કે સમભાવ એ વિશુદ્ધ ભાવ છે. તે પ્રશમ-રસ, શાંત-રસ કે સુધારસ પણ કહેવાય છે.
આ ભાવો પૈકી અપ્રશસ્ત ભાવોને મન ઝીલે નહિ, તો તે સામાયિકના નિયમથી યુક્ત ગણાય. એટલે જ મનમાં નિયમ-સંયુક્ત હોવાનો અર્થ મનને અપ્રશસ્ત ભાવના ત્યાગરૂપ નિયમમાં રાખવાનો છે.
છિન્ન મસુદં મખં-અશુભ કર્મનો નાશ કરે છે.
તત્ત્વથી કર્મમાત્ર અશુભ છે, કારણ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રક્ટ થવામાં તે અંતરાયભૂત છે, તો પણ વ્યવહારથી પાપામ્રવને જ અશુભ કર્મ કહેવામાં આવે છે, કારણ કે તેનો વિપાક અતિકટુ હોય છે; અને તેના ઉદયને લીધે સત્સંગ કે સારાં સાધનોની પ્રાપ્તિ જલદી થતી નથી. આવાં અશુભ કર્મો સામાયિકના સમય દરમિયાન ઉત્પન્ન થતી ભાવ-શુદ્ધિ વડે નાશ પામે છે. ભાવ-શુદ્ધિ એ એક પ્રકારનું આત્યંતર તપ છે, તેથી તેના વડે કર્મનો નાશ કરી શકાય છે.
સીમા બરિયા વારા-જેટલી વાર સામાયિક. સામમિ ૩ સામાયિક જ કર્યો છતે. સમuો રૂવ સાવ હવ-શ્રાવક શ્રમણના જેવો થાય છે. ના-જેથી UUUM વારોએ કારણથી. વહુ સામાફિયં -સામાયિક ઘણી વાર કરવું જોઈએ. બત્રીસ દોષ-સામાયિકના સમય દરમિયાન તજવા યોગ્ય ૩૨ બાબતો.
સામાયિકમાં મન, વચન અને કાયા દ્વારા થતા નીચેના બત્રીસ દોષો છોડવા જોઈએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org