Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૬૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
ઉપયુક્ત છે. પદાર્થ એટલે દ્રવ્ય. પર્યાય એટલે પદાર્થની નિરંતર પલટાતી અવસ્થા. સમય, શક્તિ વગેરેની અપેક્ષાએ તે અનંત પ્રકારની હોય છે.
શ્રીજિનેશ્વરદેવ સર્વજ્ઞ હોવાથી જગતના તમામ પદાર્થોના સર્વ ભાવોપર્યાયો બરાબર જાણે છે અને યોગ્યની આગળ પ્રકાશિત કરે છે. તેથી તેઓ નળ-ભાવ-વિઝવવા કહેવાય છે.
અઠ્ઠાવય-મંવિત્ર-વ !-[અાપવ-સંસ્થાપિત-સ્ફુવા:! ]-અષ્ટાપદ પર્વત ઉપર જેમની પ્રતિમાઓ સ્થાપન થયેલી છે તેવા !
પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવ ભગવાન પોતાનો મોક્ષ-કાલ નજીક આવેલો જાણીને દસ હજાર મુનિવરો સાથે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા અને ત્યાં ચતુર્દશભક્ત એટલે છ ઉપવાસની તપશ્ચર્યા-પૂર્વક પાદપોપગમન અનશન કરીને નિર્વાણપદને પ્રાપ્ત થયા હતા. આ સ્થળે દેવોએ રત્નના ત્રણ સ્તૂપ કર્યા હતા. ⭑
અષ્ટાપદ પર્વત કૈલાસ હોવાનો અભિપ્રાય કલિકાલ-સર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યે અભિધાનચિંતામણિના ચોથા ભૂમિકાંડમાં કર્યો છે : रजताद्रिस्तु कैलासोऽष्टापदः स्फटिकाचलः ॥९४॥
શ્રીજિનપ્રભસૂરિએ અષ્ટાપદગિરિ-કલ્પમાં તે જ અભિપ્રાયનું સમર્થન કરેલું છે. તીમે ત્ર જ્ઞવિસામાર્ વારસનોબળેલું અદૃાવો નામ વેલાભાપરાભિજ્ઞાળો રમ્યો નવો અટ્ટુ નોઅણુઓ તે(અયોધ્યા નગરી)ની ઉત્તર દિશાએ બાર યોજન દૂર અષ્ટાપદ નામનો રમ્ય પર્વતરાજ આવેલો છે, જેની ઊંચાઈ આઠ યોજન છે અને જેનું અપરનામ કૈલાસ છે; આ જ અભિપ્રાયનું વિશેષ સમર્થન ન્યાયાંભોનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીએ જૈનતત્ત્વાદર્શના ઉત્તરાર્ધમાં કરેલું છે. તેના એકાદશ પરિચ્છેદમાં જણાવ્યું છે કે :
श्री ऋषभदेवजीका कैलास पर्वतके उपर निर्वाण हुआ जब भरतने
* જુઓ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ-સૂત્ર ૩૩.
× વિવિધ તીર્થકલ્પ સિ. જૈ. ગ્રં. પૃ. ૯૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org