Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૪૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
હવ૬-[અવંતિ]-થાય છે. નહ-[માજેથી, જે કારણથી.
M-[તેન]-એ. વર-[વારન]-કારણથી, કારણ વડે. વાતો-[વદુઃFબહુ વાર, વારંવાર, ઘણી વાર. સામા-[સામાયિન્સામાયિક.
ના-[ 7-કરે, કરવું જોઈએ. વિધિ-નિયત ક્રમ. નક્કી કરેલી પદ્ધતિ.
(૪) તાત્પર્યાર્થ સામાયિપાર-સૂત્રસામાયિકને પારવાનું સૂત્ર
પારવું એટલે પાર ઉતારવું, વિધિસર પૂર્ણ કરવું. આ સૂત્રનો ઉપયોગ સામાયિકની ક્રિયાને વિધિસર પૂર્ણ કરવામાં થાય છે, તેથી તેને સામાયિપા૨U-સૂત્રમ્ કહ્યું છે. વળી તેનો પ્રારંભ સામાવય-ગુત્તો શબ્દથી થતો હોઈને એ નામે પણ ઓળખાય છે.
સામાફવય-નુત્ત-સામાયિકવ્રતથી યુક્ત.
સામાયિકવ્રતને વિધિ-પુર:સર ગ્રહણ કરીને, તેનું યથાશક્તિ આરાધન કરનાર સામાયિકવ્રતથી યુક્ત કહેવાય છે.
વાવ-જ્યાં સુધી. મને દો નિયમ-સંગુત્તો-મનમાં નિયમથી યુક્ત હોય છે.
સામાયિકનો કરનાર સાવદ્યયોગના ત્યાગરૂપી નિયમમાં ત્રણ પ્રકારે જોડાયેલો હોય છે : (૧) મનથી, (૨) વચનથી અને (૩) કાયાથી. તેના મનનું જોડાણ અતિમહત્ત્વનું છે, કારણ કે તે ભાવોનું વાહન છે; અને ભાવો તો નિરંતર અંતરમાંથી-આંતરિક-સૃષ્ટિમાંથી ઊઠ્યા જ કરે છે. મતલબ કે તેનું ક્ષેત્ર અતિ વિશાળ અને અપરિમિત છે. તેથી જયાં સુધી તેને કોઈ પણ પ્રકારના ધ્યાનથી બદ્ધ કરવામાં ન આવે, ત્યાં સુધી તે વિવિધ ભાવોમાં રમ્યા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org