Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૪૪૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
થવું, વિરામ પામવો, તે વ્રત છે. સામાયિકમાં સાવઘયોગનો ત્યાગ હોવાથી તેનો સમાવેશ પણ વ્રતમાં જ થાય છે. શ્રાવકનાં બાર વ્રતોમાં તે નવમું છે અને ચાર શિક્ષાવ્રતોમાં તે પહેલું છે.
નવ- -[યાવત્]-જ્યાં સુધી. મળે[મનસિ]મનમાં. હોડ઼-[મવતિ હોય છે.
નિયમ-પંગુત્તો-[નિયમ-સંયુ :]-નિયમથી યુક્ત, નિયમથી જોડાયેલો, નિયમવાળો, નિયમધારી.
સામાયિક એ પ્રત્યાખ્યાન કે વિરતિની દૃષ્ટિએ વ્રત છે તેમ છતાં એ અણુવ્રતોની પુષ્ટિને માટે યોજાયેલું હોઈને ઉત્તરગુણ કે નિયમ પણ કહેવાય છે. અથવા સાવઘયોગને અમુક કાલ-મર્યાદા સુધી છોડવાની જે પ્રતિજ્ઞા, તે પણ નિયમ જ છે અને તેથી તેવા નિયમથી જે કોઈ સંયુક્ત એટલે જોડાયેલો હોય, તેને નિયમ–સંયુક્ત કે નિયમવાળો કહેવાય છે. િિન-[છિન્નત્તિ]-છેદે છે, કાપે છે.
છિનત્તિ એ છિ-છેદવું, ભેદવું, કાણું પાડવું કે નાશ કરવો એવા અર્થવાળા ધાતુનું ત્રીજા પુરુષનું એકવચન છે.
અમ્રુદું-[ગરનુમમ્]-અશુભ પાપવાળા. માં-[f]-કર્મને.
રાગ-દ્વેષની ચિકાશ વડે પુદ્ગલોની જે વર્ગણાઓ આત્મા વડે ગ્રહણ થાય છે અને જે સ્પષ્ટ (અડકીને), બદ્ધ (જોડાઈને), નિધત્ત (વધારે જોડાઈને) કે નિકાચિત (તાદાત્મ્યભાવ પામીને) રીતે આત્મ-પ્રદેશો સાથે જોડાય છે, તે કર્મ કહેવાય છે. અહીં ફલની દૃષ્ટિ એ તેના શુભ અને અશુભ એવા બે જ વર્ગો પાડેલા છે, પરંતુ પ્રકૃતિની દૃષ્ટિએ તેના આઠ વિભાગો પડે છે; જે અનુક્રમે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) નામ, (૬) આયુ, (૭) ગોત્ર અને (૮) અંતરાય કર્મ તરીકે ઓળખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org