Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૨૬૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૧
લોભ છે. પછી તે માટે જીવ અનેક પ્રકારના ઉપાયોનું ચિંતન કરે છે, તે માયા છે. તે ઉપાયો સફળ થવામાં અંતરાય ઊભો થતાં ગુસ્સો પેદા થાય છે, તે ક્રોધ છે. કદાચ સરલતાથી તે ઉપાય પાર પડે તે પોતાની બુદ્ધિનો કે પોતાનાં સાધન અને સ્થાનનો મદ કરે છે, તે અભિમાન છે. અને તેથી જ કષાયો પર જય મેળવનારે વિષય-લાલસાને જીતવી જોઈએ. પરંતુ વિષયલાલસાનો મુખ્ય આધાર સુખની મિથ્યા કલ્પના છે, અને તે કલ્પના જડ અને ચૈતન્યનો ભેદ મનમાં યથાર્થ રીતે સ્થિર નહિ થવાથી જ ઉત્પન્ન થાય છે, એટલે તેનું યોગ્ય જ્ઞાન જરૂરી છે. આવું જ્ઞાન સમ્યગ્દર્શન વિના ઉદ્દભવતું નથી, તેથી સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ સામાયિકની સિદ્ધિ માટે જરૂરી છે.
મન એ મર્કટ જેવું ચંચળ છે, ધ્વજાના છેડા જેવું અસ્થિર છે, અને નિરંતર વાતા પવનની માફક વિષયોમાં સ્વચ્છંદી રીતે ભટકનારું છે, તેમ છતાં તેને ધ્યાનમાં જોડવાથી અને તેની અંદર રહેલા રાગ અને દ્વેષરૂપી બે કાંટા કાઢી નાખવાથી તે મોક્ષ-પ્રાપ્તિમાં મદદગાર થાય છે. તેથી જ અનુભવીઓનું કથન છે કે-મન પર્વ મનુષ્યUાં, માર વલ્પમોક્ષયોઃ | મન એ જ મનુષ્યને બંધનું અને મોક્ષનું એટલે કર્મમાંથી મુક્તિનું કારણ છે.
વચનની શુભાશુભ પ્રવૃત્તિ વચનની શુભાશુભ પ્રવૃત્તિ માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં જણાવ્યું છે કે :
श्रुतज्ञानं द्वादशाङ्गं गणि-पिटकं, तदाश्रितं तदविरोधेन वर्तमानं वचो वाग्योगः, स शुभस्य कर्मणोऽर्जनाय । तदेव वचो विपरीतं मिथ्या श्रुतज्ञानविरोधि चाशुभस्य कर्मणोऽर्जनाय ॥७६॥
શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગ, બાર અંગો કે ગણિપિટક તેને અનુસરીને એટલે તેનાથી અવિરુદ્ધ રીતે વર્તતું વચન, તે વાયોગ તે શુભકર્મ ઉપાર્જન કરવા માટે થાય છે. પરતું તે જ વચન વિપરીત હોય, શ્રુતજ્ઞાનથી વિરોધી હોય, તો અશુભ કર્મનું ઉપાર્જન કરે છે. મતલબ કે દ્વાદશાંગીને વફાદાર રહીને ભાષા બોલવી, તે વચનની શુભ પ્રવૃત્તિ છે, અને તેનાથી વિરુદ્ધ બોલવું, તે વચનની અશુભ પ્રવૃત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org