Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘કરેમિ ભંતે' સૂત્ર ૨૩૧
(૫) પ્રજ્ઞાપન-પ્રરૂપણા કરવી, જેમ કે જીવ છે, અજીવ છે વગેરે.
(૬) પ્રત્યાખ્યાન-ત્યાગ માટે બોલવું, જેમ કે હું અમુક વસ્તુનો ત્યાગ કરું છું.
(૭) ઇચ્છાનુલોમા-ઇચ્છાનુસાર અનુમોદન કરવું જેમ કે કોઈએ પૂછ્યું કે, હું સાધુ પાસે જાઉં ? તો કહેવું કે વાત બહુ સારી છે.
(૮) અનભિગૃહીતા-પોતાની સંમતિ પ્રકટ ન કરવી, જેમ કે તમારી મરજી હોય તેમ કરો.
(૯) અભિગૃહીતા-સંમતિ આપવી, જેમ કે આ કામ કરવું જોઈએ.
(૧૦) સંશયકારિણી-જે શબ્દના અનેક અર્થ થતા હોય, તેનો પ્રયોગ કરવો, જેમ કે સૈધવ લાવો. અહીં સેંધવ શબ્દથી સંદેહ ઉત્પન્ન થાય છે કે આ તે ઘોડો મંગાવે છે કે મીઠું ?
(૧૧) વ્યાકૃત-વિસ્તારથી બોલવું જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય.
(૧૨) અવ્યાકૃત-અતિગંભીરતાથી બોલવું, કે જે બીજાને સમજવું કઠણ પડે.
સામાયિકના સમય દરમિયાન મૌન ધારી શકાય, તો તે ઇચ્છવા યોગ્ય છે. તે ન બને તેમ હોય તો ઓછામાં ઓછું બોલવું અને જે કાંઈ બોલાય તે સંપૂર્ણ નિરવઘ હોવું જોઈએ.
કાયાની શુભાશુભ પ્રવૃત્તિ કાયાની શુભાશુભ પ્રવૃત્તિ માટે શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશ(શ્લો. ૭૭)માં જણાવ્યું છે કે
शरीरेण सुगुप्तेन, शरीरी चिनुते शुभम् । सततारम्भिणा जन्तु-घातकेनाशुभं पुनः ॥
ચેષ્ટા-રહિત શરીર વડે એટલે કાયોત્સર્ગાદિ-ક્રિયાવાળા શરીરથી આત્મા શુભ કર્મનો સંચય કરે છે, તથા સતત આરંભવાળા અને પરિણામે જીવ-હિંસાદિ-પ્રવૃત્તિવાળા શરીરથી અશુભ કર્મને ભેગું કરે છે. મતલબ કે સાવદ્ય પ્રવૃત્તિને છોડવી તે કાયાની શુભ પ્રવૃત્તિ છે, દેહાધ્યાસપૂર્વક પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org