Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
જે ક્ષુધા,
આદિ ત્રણ પ્રકારનો છે;* પરીષહ એ સુખ-દુ:ખની તિતિક્ષા છે, તૃષા આદિ બાવીસ પ્રકારની છે;† યતિ-ધર્મ એ સાધુએ કેળવવા યોગ્ય ખાસ ગુણો છે, જે ક્ષમાદિ દસ પ્રકારના છે;× ભાવના એ તત્ત્વચિંતન-સ્વરૂપ છે, જે અનિત્યતા વગેરે બાર પ્રકારની છે; અને ચારિત્ર એ સાવદ્ય યોગની વિરતિ છે, જે સામાયિકાદિ પાંચ પ્રકારનું છે.
સંવરનું આ વિવરણ ખૂબ વ્યાપક છે, અને સાધકને કર્તવ્યનો સંપૂર્ણ અને સ્પષ્ટ ખ્યાલ આપવાને પૂરતું છે. જો યૌગિક દૃષ્ટિએ જોઈએ તો તેમાં યમ છે, નિયમ છે, આસન છે, પ્રાણાયામ છે, પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન છે અને સમાધિ પણ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ એ પાંચ યમો કહેવાય છે. જે સામાયિકરૂપી પ્રથમ પ્રકારના ચારિત્રમાં અંતર્ગત થાય છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન એ પાંચ નિયમો કહેવાય છે, જે બહુધા દસ પ્રકારના યતિધર્મમાં સમાઈ જાય છે. હાથ, પગ વગેરેનું વિશેષ સંસ્થાન એ આસન છે, જે બાહ્ય-તપના કાય-ક્લેશ અને સંલીનતા નામના વિભાગમાં તથા નિષદ્યાદિ-પરીષહમાં અંતર્ભૂત થાય છે. પ્રાણનો આયામ એટલે નિગ્રહ કરવો, તે પ્રાણાયામ છે; જે મનો-ગુપ્તિ, વચનગુપ્તિ અને કાય-ગુપ્તિ દ્વારા સિદ્ધ થાય છે. મનો-ગુપ્તિ એ મનઃપ્રાણનો નિગ્રહ છે, વચન-ગુપ્તિ એ વચન-પ્રાણનો નિગ્રહ છે અને કાય-ગુપ્તિ એ પાંચ ઇંદ્રિયોરૂપી પાંચ પ્રાણનો નિગ્રહ છે. દસ પૈકીના આઠ પ્રાણનો નિગ્રહ આ રીતે ગુપ્તિ દ્વારા થાય છે, જ્યારે અન્ય લોકોમાં પ્રચલિત માત્ર શ્વાસોચ્છ્વાસરૂપ પ્રાણનો નિગ્રહ ક્લેશકારી ગણીને કરવામાં આવતો નથી. શબ્દાદિ વિષયોમાંથી શ્રવણાદિ પાંચે ઇંદ્રિયોને પાછી ખેંચી લેવી તે પ્રત્યાહાર છે, જે દસવિધ યતિધર્મના તપ અને ત્યાગમાં સમાવિષ્ટ છે. તપનો અર્થ જૈન-પરિભાષામાં ખૂબ વિશાળ છે, તે લક્ષ્યમાં રાખવું ઘટે છે. આત્મ-સ્વરૂપમાં મનનો પ્રવેશ, તે ધારણા છે, આત્મ-સ્વરૂપમાં મનનું પ્રવાહરૂપે જવું તે ધ્યાન છે; અને આત્મ-સ્વરૂપમાં
* જુઓ સૂત્ર ૨હ્યું.
+ જુઓ તત્ત્વાર્થસૂત્ર અ. ૯ અથવા ભગવતીસૂત્ર શતક ૮, ઉં. ૮ અથવા. ઉત્તરાધ્યયનસૂત્ર અ. ૨.
× જુઓ સૂત્ર ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org