Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કરેમિ ભંતે'-સૂત્ર ૦ ૨૩૫
જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના ત્યાગરૂપ છે; અપ્રમાદ એ આત્મઉપયોગમાં અસાવધાની-અનુત્સાહ કે બેદરકારીના ત્યાગરૂપ છે; અકષાય એ ક્રોધ, માન, માયા, અને લોભના ત્યાગરૂપ છે; તથા અયોગતા એ મન, વચન અને કાયાના સર્વ પ્રકારના યોગના ત્યાગરૂપ છે.
શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રમાં પણ સંવર-દ્વારની સંખ્યા પાંચની ગણાવી છે. જેમકે :
पढम होइ अहिंसा, बितियं सच्चवयणं ति पन्नतं । दत्तमणुन्नाय संवरो य बंभचेरऽपरिग्गहत्तं च ॥
(અ) ૬. ગા. ૨) પ્રથમ સંવર-દ્વાર અહિંસા છે, બીજું સંવર-દ્વાર સત્ય વચન છે, ત્રીજું સંવર-ધાર દત્તાનુજ્ઞાત-ગ્રહણ છે, ચોથું સંવર-દ્વાર બ્રહ્મચર્ય છે અને પાંચમું સંવર-દ્વાર અપરિગ્રહ છે. પરંતુ આ ભેદો ઉપર્યુક્ત વિરતિના જ પેટાવિભાગો છે, એટલે ભિન્ન પરંપરાના સૂચક નથી.
વાચક-મુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્ર(અ. ૯, સૂત્ર ૨)માં સંવર-સંબંધમાં સૂચવ્યું છે કે- ગુણિ સમિતિ-ધર્માનુpક્ષા-પરીષય-વારિકા અર્થાત્ તે (સંવર) ગુપ્તિ, સમિતિ, ધર્મ(શ્રમણ-ધર્મ), અનુપ્રેક્ષા(ભાવના), પરીષહ-જય અને ચારિત્ર વડે થાય છે.
નવતત્ત્વપ્રકરણમાં સંવરના આ ભેદોની સ્પષ્ટતા નીચે મુજબ કરેલી છે :
समिई गुत्ती परिसह, जइधम्मो भावणा चरित्ताणि । પ-તિ-gવીસ-વા-વીર-ધંમેë સવજ્ઞા (ગા. ૨૧)
સમિતિ, ગુપ્તિ, પરીષહ, યતિધર્મ, ભાવના અને ચારિત્ર એ અનુક્રમે પાંચ, ત્રણ, બાવીસ, દસ, બાર અને પાંચ પ્રકારે છે; જેની કુલ સંખ્યા સત્તાવન થાય છે. અર્થાત્ સંવરના ભેદો પ૭ છે. તેમાં સમિતિ એ મન, વચન અને કાયાની સમ્યક્ પ્રવૃત્તિ છે, જે ઈર્યા-સમિતિ આદિ પાંચ પ્રકારની છે; ગુપ્તિ એ મન, વચન અને કાયાનો નિગ્રહ છે, જે મનોગુપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org