Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘કરેમિ ભંતે’-સૂત્ર૦ ૨૩૩
ભવિષ્યમાં તે પ્રવૃત્તિ ન કરવાની વૃત્તિ કેળવવી જોઈએ. તે માટે તેની અનિષ્ટતા પૂરેપૂરી સમજી લેવાની જરૂર છે. તેથી બીજું પદ તેને ખોટી સમજવાનું-તેની નિંદા કરવાનું રાખેલું છે. પરંતુ મનમાં થોડી વાર નિંદા કરવાથી તેના વિશેનો મોહ પૂરેપૂરો છૂટે તે સંભવિત નથી, એટલે તે બાબત પૂરેપૂરી દિલગીરી અને શરમની લાગણી સાથે ગુરુ-સમક્ષ જાહેર કરવાની છે, અને તેમ કરીને હૃદયનો ભાર હળવો કરવાની સાથે ફરી તેવી પ્રવૃત્તિમાં ન પડાય તેની સાવચેતી રાખવાની છે. તેથી ત્રીજું પદ ગુરુ-સમક્ષ એકરાર કરવાનું રાખેલું છે. આ વિધિ થઈ રહેતાં આત્માના જે અધ્યવસાયો દ્વારા અશુભ કાર્યમાં પ્રવૃત્તિ થઈ હતી તેને છોડી દેવાનો દૃઢ નિર્ણય કરવાનો છે, તેથી ચોથું પદ આત્મ-વ્યુત્સર્જનનું રાખેલું છે. આ ચતુષ્પદીને બરાબર અનુસરનાર ભાવ-શુદ્ધિ કરીને આત્મ-વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી શકે છે. બીજી રીતે કહીએ તો આ પ્રકારની શુદ્ધિ વિના આત્મહિતના માર્ગમાં આગળ વધવું શક્ય નથી.
(૫) અર્થ-સંકલના
હે પૂજ્ય ! હું સમભાવની સાધના કરવાને ઇચ્છું છું. તે માટે અશુભ પ્રવૃત્તિઓનું પ્રત્યાખ્યાન કરું છું. જ્યાં સુધી હું નિયમને સેવું, ત્યાં સુધી મન, વચન અને કાયા વડે અશુભ પ્રવૃત્તિ કરીશ નહિ, કે કરાવીશ નહિ. અને હે ભગવંત ! અત્યાર સુધી તે પ્રકારની જે કાંઈ અશુભ પ્રવૃત્તિ થઈ હોય, તેમાંથી હું નિવૃત્ત થાઉં છું, તે અશુભ પ્રવૃત્તિને હું ખોટી ગણું છું અને તે બાબતનો આપની સમક્ષ સ્પષ્ટ એકરાર કરું છું. હવે હું અશુભ પ્રવૃત્તિ કરનાર તે કષાયાત્માનો ત્યાગ કરું છું.
(૬) સૂત્ર-પરિચય
સામાયિકની ગણના શિક્ષાવ્રત અથવા શિક્ષાપદમાં થાય છે. તે માટે શ્રીહરિભદ્રસૂરિએ ધર્મબિંદુના ૩જા અધ્યાયમાં જણાવ્યું છે કે-સામાયિदेशावकाशिक - पोषधोपवासातिथिसंविभागश्चत्वारि शिक्षापदानीति (सू. ૧૮) (૧) સામાયિક, (૨) દેશાવકાશિક, (૩) પોષધોપવાસ અને (૪) અતિથિ-સંવિભાગ; એ ચાર શિક્ષાપદો છે. શિક્ષાપદનો અર્થ સાધુ-ધર્મનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org