Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કરેમિ ભંતે'-સૂત્ર૦ ૨૨૩
સામાયિક જીવનભરનું બની જાય છે. વળી તે સામાયિક ત્રિવિધ-ત્રિવિધ ઉચ્ચારવામાં આવે છે, એટલે કે તેમાં સાવદ્ય-યોગનું પ્રત્યાખ્યાન મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ, એ રીતે નવકોટિથી થાય છે, તેથી તેને સર્વવિરતિ-સામાયિકના નામથી ઓળખવામાં આવે છે.
શ્રાવક-શ્રાવિકાઓ જે સામાયિક કરે છે, તે આ સર્વવિરતિસામાયિકની વાનગીરૂપ હોઈ દેશવિરતિ-સામાયિક કહેવાય છે. મતલબ કે તે સર્વવિરતિ કરતાં ન્યૂન હોય છે. આવું સામાયિક જયારે ઋદ્ધિવંત શ્રાવક કરે છે ત્યારે તે પૂરા ઠાઠથી ગુરુ-સમીપે જાય છે અને તેમને વંદન કરીને વિધિસર સામાયિક કરતાં નાવ નિયમ પçવામામિ એવો પાઠ બોલે છે. તેનો અર્થ એ છે કે હે પૂજ્ય ! જ્યાં સુધી હું સામાયિકના નિયમને સેવું (ત્યાં સુધી હું બે પ્રકારે અને ત્રણ પ્રકારે મન વડે, વચન વડે અને કાયા વડે સાવદ્ય યોગને કરું નહિ અને કરાવું પણ નહિ). આ જ સામાયિક સામાન્ય શ્રાવકો ચાર સ્થળે કરે છે : જિનગૃહમાં*, સાધુ-સમીપે, પૌષધશાળામાં અને પોતાના ઘરમાં, તેમાંથી જયારે તે સાધુની સમીપે જઈને સામાયિક કરે છે, ત્યારે રાવ સાહૂ પનુવામિ એ શબ્દો બોલે છે. તેનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી હું સાધુની પર્યાપાસના કરું ત્યાં સુધી બે પ્રકારે અને ત્રણ પ્રકારે મન વડે, વચન વડે અને કાયા વડે સાવદ્ય યોગને કરું નહિ અને કરાવું પણ નહિ.)
વિર્દ તિવિહેvi-બે પ્રકારે અને ત્રણ પ્રકારે છ કોટિથી.
બે પ્રકારને ત્રણ પ્રકારે ગુણવાથી તેની સંખ્યા છની આવે છે. આ છ પ્રકારોને પ્રત્યાખ્યાનની પરિભાષામાં કોટિ કહેવામાં આવે છે. મતલબ કે મેં અહીં જે પ્રત્યાખ્યાન લીધું છે, તે છ કોટિથી લીધું છે. તે કોટિઓ આગળના પદોથી દર્શાવી છે
મumor વાયા વાઇ, શનિ ન વર-મન, વચન અને કાયાથી અશુભ પ્રવૃત્તિ કરું નહિ અને કરાવું નહિ.
+ આ વિધિ હાલ પ્રચલિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org