Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પંચિંદિય-સૂત્ર ૦ ૪૭
૩. કાય-ગુપ્તિ-કાયાનો પ્રશસ્ત નિગ્રહ. આગમાનુસારે કાયચેષ્ટાનું નિયમન કરવું તે.
ધ્યાન મનોગુપ્તિમાં મદદરૂપ છે, મૌન વચન-ગુપ્તિમાં મદદરૂપ છે અને સ્થાન કે આસન કાય-ગુપ્તિમાં મદદરૂપ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ભેગું નામ અષ્ટ પ્રવચન-માતા છે.
ગુરુ:-આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ.
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના દ્વિતીય પ્રકાશમાં ગુરુનું લક્ષણ નીચે મુજબ જણાવ્યું છે ઃ
महाव्रतधरा धीराः, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥८ ॥
મહાવ્રતધારી, ધીર (ઉપસર્ગોને તથા પરીષહોને ધીરજથી સહન કરનારા), ભિક્ષા ઉપર જ જીવનારા, સામાયિકમાં (સમભાવમાં) રહેલા અને ધર્મનો ઉપદેશ કરનારા ગુરુ મનાયેલા છે.
આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને ઉપરની વ્યાખ્યા લાગુ પડે છે. જગતના અન્ય ધર્મોએ પણ ગુરુપદને ખૂબ મહત્ત્વ આપેલું છે. (૫) અર્થ-સંકલના
પાંચ ઇંદ્રિયોના વિષયોને, જીત નવ વાડોથી બ્રહ્મચર્યનું રક્ષણ કરનારા, ક્રોધાદિ ચાર કષાયોથી મુક્ત,
આ રીતે અઢાર ગુણવાળા;
વળી પાંચ મહાવ્રતોને ધારણ કરનારા, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આ રીતે કુલ છત્રીશ ગુણવાળા મારા ગુરુ છે.
(૬) સૂત્ર-પરિચય
ધર્મના આ૨ાધન માટે થતી ક્રિયા કે થતું અનુષ્ઠાન ધર્માનુષ્ઠાન કહેવાય છે. આવું ધર્માનુષ્ઠાન ગુરુની સામે, ગુરુની સાક્ષીએ, ગુરુની આજ્ઞા-પૂર્વક અને ગુરુનો વિનય જાળવીને ક૨વામાં આવે, તો શીઘ્ર ફલદાયી થાય છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org